- પીએમ મોદી સાથે શરદ પવારે કરી મુલાકાત
- બન્ને નેતાઓ વચ્ચે 20 મિનિટ સુધી મિટિંગ ચાલી
દિલ્હીઃ- આજરોજ બુધવારના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથએ એનસીપી અધ્યક્ષ ષશરદ પવારે મુલાકાત કરી હતી, જાણકારી પ્રમાણે આ બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત વડાપ્રધાન કાર્યાલયમાં થી હતી, આ મિટિંગ અંદાજે 12 વાગ્યાને 20 મિનિટથી શરુ થઈને 12 વાગ્યાને 40 મિનિટે પુરી થઈ હતી.
બન્ને નેતાઓ એ અંદાજે 20 મિનિટ સુધી વાતચીત કરી હતી. હાલમાં, બંને નેતાઓ વચ્ચે શું વાત થઈ તે અંગે હજુ સ્પષ્ટ જાણવા મળ્યું નથી , પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ઘટનાક્રમ વચ્ચે પીએમ મોદી સાથેની પવારની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ બેઠક પર હવે રાજકીય જગતમાં તમામની નજર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવારની મુલાકાત દરેકની નજર અટકેલી છે. વાતજાણે એમ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મહારાષ્ટ્રના નેતાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. જેની અસર રાજકીય સર્કલમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ બન્ને નેતાઓની આ બેઠકને લઈને અનુમાન લગાવાઈ રહ્યું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈક ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને મંગળવારે દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાને મહારાષ્ટ્રના ધારાસભ્યો માટે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.ત્યારે હવે તેના બીજા જ દિવસે શરદ પવારની પીએમ મોદી સાથેની આ બેઠકને લઈને ચર્ચાઓ એ જોર પકડ્યું છે.