- એનસીપી નેતાએ રેલ્વેમંત્રીના રાજીનામાની વાત કરી
- ઓડિશા ટ્રેન એકસમ્તાને લઈને રેલ્વેમંત્રી પર નિશાન
દિલ્હીઃ- શુક્રવારની સાંજે ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસમ્તા સર્જાયો જેમાં 280 થી વધુ લોકોના જીવ ગયા તો 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે,આ ઘટના બન્યા બાદ વિપક્ષ દ્રારા સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે તો રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણોવ રાજીનામાની પણ વાત છેડવામાં આવી છએ.
ત્યારે એનસીપીના નેતા શરદ પવારે પણ રેલ્વે મંત્રી પર પોતાની ભડાશ કાઢી હતી તેમણે કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન ભયાનક ટ્રેન દુર્ઘટના થઈ ત્યારે રાજીનામું આપ્યું હતું આ આગ્રહ રાખતા એનસીપી પ્રમુખ શરદ પવારે માંગ કરી હતી કે ઓડિશામાં શુક્રવારના દુ:ખદ ટ્રેન અકસ્માત બાદ વર્તમાન રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણોવે રાજીનામું આપવું જોઈએ.
શરદ પવારે મીડિયા સાથએ વાતચીત દરમિયાન કહ્યું કે “જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી રેલ્વે મંત્રી હતા, ત્યારે એક દુર્ઘટના થઈ હતી અને તે ફરીથી બન્યું હતું. તે પછી જવાહરલાલ નહેરુ રાજીનામું આપવાના નિર્ણયની વિરુદ્ધ હતા. પરંતુ શાસ્ત્રીએ કહ્યું હતું કે તે મારી નૈતિક જવાબદારી છે અને રાજીનામું આપી દીધું છે.” , આ કિસ્સામાં રાજકારણીઓએ શક્ય પગલાં લેવા જોઈએ.”
આ સહીત શરદ પવારે ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ વિનાશક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ દુર્ઘટના અંગેના પ્રારંભિક અહેવાલોમાં જણાવાયું છે કે ત્રણ માર્ગીય અકસ્માતમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પર ઉભી રહેલી માલગાડીનો સમાવેશ થાય છે. આ થયેલા અકસ્માતમાં આ બે ટ્રેનોના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને ગંભીર રીતે નુકસાન થયું હતું,આ ઘટનાને નજરે જોનારાના જણાવ્યા પ્રમાણ ેઘટના ખૂબ જ હ્દય હચમચાવી મૂકનાર હતી.