Site icon Revoi.in

NCPની નેતાએ ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર -PM આવાસની બહાર નમાઝ, હનુમાન ચાલીસા અને દરેક ઘર્મની પ્રાર્થના કરવાની પરવાનગી માંગી

Social Share

દિલ્હી – દેશભરમાં એક તરફ જ્યાં લાઉડ સ્પિકરને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે બીજી તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા હવે ચર્ચામાં આવ્યા છએ, વાત જાણે એમ છે કે એનસીપીની એક નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની બહાર નમાઝ સહિત તમામ ધર્મોની પ્રાર્થના કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે આ ઈચ્છા વ્યક્ત કરતો કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર પણ  લખ્યો છે. 

ઉલ્લેખનીય ચે કે તાજેતરમાં જ અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ વિધાનસભ્ય રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. હાલ કોર્ટે બંને નેતાઓને 14 દિવસની ન્યાયિક ક્સટડિમાં મોકલ્યા છે.

આ પ્તર લખનાક નેતાનું નામ છે ફહમિદા હસન ખાન કે જેઓ મુંબઈ ઉત્તર જિલ્લા કાર્યકારી પ્રમુખ છે જેમણે ગૃહ પ્રધાન શાહને પત્ર લખ્યો છે. તેમણે  આ પત્રમાં લખ્યું છે કે , ‘હું ફાહમીદા હસન ખાન કાંદિવલી મુંબઈ મહારાષ્ટ્ર તરફથી વિનંતી કરું છું કે મને ભારતના વડા પ્રધાન, આદરણીય નરેન્દ્ર મોદીજીના નિવાસસ્થાનની બહાર નમાઝ, હનુમાન ચાલીસા, નવકાર મંત્ર, ગુરુ ગ્રંથ અને નોવિનો વાંચવાની મંજૂરી આપો. આ માટેનો દિવસ અને સમય તમે મને જણાવજો.’

શનિવારે રાણા દંપતીએ સીએમ આવાસની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની વાત કરી હતી. આ પછી શિવસેનાના મોટી સંખ્યામાં કાર્યકરોએ રાણા દંપતીના ઘરે હંગામો મચાવ્યો હતો,અને તેમના વિરુદ્ધ ફરીયાદ પણ નોંધાઈ હતી ત્યારે હવે એનસીપીની આ નેતાની માંગણી થી તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.