NCP એ સ્પીકરને લખ્યો પત્ર – અજિત પવાર સહીત મંત્રી બનેલા તમામને અયોગ્ય જાહેર કરવાની કરી માંગ
મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો છવાયો છે ગઈકાલે રવિવારના રોજ એનસીપી પાર્ટી છઓડીને શરદ પવારના ભત્રિજા અજિત પવાર એનડીએમાં જોડાયા હતા એટલું જ નહી તેમણે ડિપ્ટી સીએમ તરીકેના શપથ ગ્રહણ પણ કર્યા હતા ત્યારે બાદ સમગ્ર રાજ્યમાં રાજકરણ ગરમાયું હતું શરદ પવારને ભનક પણ ન પડી ્ને અજિત પવારે આટલો મોટો નિર્ણય લઈ લીધો હતો ત્યારે હવે એનસીપીએ આ બબાતે નારાજગી વ્યક્ત કરતા સ્પીકરને પત્ર લખ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે એનસીપી ધારાસભ્યોને તોડીને અજિત પવારના એનડીમાં સામેલ થવાનો મામલો હવે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ અને ચૂંટણી પંચ સુધી પહોંચી ચૂક્યો છે. મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ જયંત પાટીલે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ મંત્રી તરીકે શપથ લેનારા અજિત પવાર સહિત તમામ નવ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે.
આ સહીત આ માટે તેમણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પત્ર લખ્યો છે. આ અંગે ચૂંટણી પંચને ઈમેલ પણ મોકલવામાં આવ્યો છે.એટલું જ નહી વિતેલી મોડી રાત્રે તેઓ મીડિયા સમક્ષ રુબરુ થયા હતા અને કહ્યું હતું કે અમે સ્પીકરને ગેરલાયક ઠેરવવાની નોટિસ આપી છે. અમે શક્ય તેટલી વહેલી તકે નક્કર દસ્તાવેજો સબમિટ કરીશું.
વધુમાં મીડિયાને તેમણે કહ્યું કે નવ નેતાઓ વિરુદ્ધ ગેરલાયકાતની અરજી દાખલ કરવામાં આવી છે કારણ કે તેઓએ પાર્ટી છોડવાના તેમના નિર્ણય વિશે કોઈને જાણ કરી ન હતી, જે NCPના સિદ્ધાંતની વિરુદ્ધ ગણાય છે. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે અમે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે.આ રીતે હવે એનસીપીએ પોતાની નારાજગી વ્યક્ત કરતા તમામને ગેરલાયક ગણાવવાની માગ કરી છે.