- દેશમાં કોરોનાના કેસમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 699 કેસ સામે આવ્યા
દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ઘીમી ગતિ એ પરંતુ ફરી થી કોરોના સંક્રમણ દર વધ્યો છે કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે આ બબાતને લઈને કેન્દ્ર એ રાજ્યોને પણ પત્ર લખ્યો હતો આ સાથે જ આરોગ્ય મંત્રાલય દ્રારા ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી હતી.
જો દેશભરમાં છેલ્લા 24 કાકલની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન આરોગ્યમંત્રાલયે જારી કરેલા આંકડાઓ પ્રમાણે 699 કેસ નવા નોંધાયા છે.આ સાથે જ વિતેલા દિવસને સોમવારે નોંધાયેલા કેસ કરતા આજના કેસની સંખ્યા થઓડી આછી છે વિતેલા દિવસે 900થી વધુ કેસ નોંધાયા હતા.
આ સહીત જો કોરોનાના સકારાત્મકતા દરની વાત કરીએ તો આ દર હાલમાં દેશમાં 0.71 ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક કોરોના સંક્રમણ દર 0.91 ટકા જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 6 હજાર 559 જોવા મળે છે.
આ સહીત કોરોનાથી સજા થવાનો દર હવે 0.01 ટકા નોધાયો છે. છેલ્લા 24 ઘંટોમાં કોરોનાના 435 દર્દીઓ સાજા થયા છે જેની ટકાવારી 98.79 ટકા છે. તેની સાથે આ કોરોનાથી રિકવર થવાનું કુલ સંખ્યા 4,41,59,617 પહોંચે છે.