રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મની આજે ગાંધીનગરમાં ભાજપના MLA સાથે બેઠક
ગાંધીનગરઃ દેશમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મ આજે ચૂંટણી પ્રચારાર્થે આજે રવિવારે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે. મુર્મ ભાજપના ધારાસભ્યોને મળશે. આગામી 18મી જુલાઈને સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન થશે. ચૂટણીના એક દિવસ પહેલા જ આજે રવિવારે બપોરે 3:00 વાગે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાશે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન સંપન્ન થાય નહીં ત્યાં સુધી ભાજપના ધારાસભ્યોએ ગાંધીનગર નહીં છોડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
દેશના રાષ્ટપતિની ચૂંટણી આગામી તા. 18મીને સોમવારે યોજાશે. આ ચૂટણીમાં એનડીએના ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મ અને યુપીએના ઉમેદવાર તરીકે યશવંતસિહા છે. દ્રોપદી મુર્મ અગાઉ ગાંધીનગર પોતાના પ્રચાર માટે આવવાના હતા પણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ ઊભી થતા તેમનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો. હવે આજં રવિવારે દ્રોપદી મુર્મ ગાંધીનગર આવી રહ્યા છે. એક દિવસની આ મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
આગામી 18 જુલાઈને સોમવારના રોજ દેશના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે તો બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન ગુજરાત વિધાનસભા ખાતે યોજાશે જેને લઈને વિધાનસભાના વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભે રવિવારે બપોરે ત્રણ કલાકે ભારતીય જનતા પાર્ટીના તમામ મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યોની બપોરે ત્રણ કલાકે સ્વર્ણિમ સંકુલ ખાતે મહત્વની બેઠક મળશે .જેમાં મતદાન અંગેનું માર્ગદર્શન અને મોક-પોલથી મતદાનની પ્રક્રિયા સમજાવવામાં આવશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન સવારે 10 થી 5 કલાક સુધી યોજાશે ત્યારે આજથી આગામી સોમવાર સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈપણ ધારાસભ્ય કે મંત્રીએ ગાંધીનગર નહીં છોડવાનું ફરમાન પ્રદેશ કાર્યાલય કમલમથી કરવામાં આવ્યું છે.
એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આજે રવિવારે ગાંધીનગર આવી રહ્યા છે ત્યારે તેઓ એક દિવસની આ મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે ઉલ્લેખનીય છે કે અગાઉ 13 જુલાઈએ દ્રૌપદી મુરમું ગુજરાતની મુલાકાતે આવવાના હતા અને આ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ભાજપના સાંસદોને ધારાસભ્યો સાથેની મીટીંગ પણ નક્કી કરવામાં આવી હતી પરંતુ ભારે વરસાદના પગલે તેમનો આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો જેના બદલે હવે આજે રવિવારના દિવસે તેઓ ગાંધીનગર આવશે.