ભારત-અમેરિકાની વાયુસેની સંયુક્ત કવાયત ‘કોપ ઈન્ડિયા’ 10 એપ્રિલથી બંગાળમાં શરુ થશે F-15, સુખોઈ-30 સહીતના ફાઈજેટની જોવા મળશે તાકાત
- ભારત-અમેરિકાની વાયુસેના કરશે સંયુક્ત અભ્યાસ
- 10 એપ્રિલથી બંગાળમાં શરુ કરશે યુદ્ધાભ્યાસ
- F-15, સુખોઈ-30 સહીતના ફાઈજેટની જોવા મળશે તાકાત
દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બની રહ્યા છે અનેક ક્ષેત્રમાં વિદેશ સાથે મળીને અનેક કવાયત હાથ ઘરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વાયુસેના અને નૌસેના અનેક દેશો સાથે મળીને સંયુક્ત અભ્યાસ હાથ ઘરે છે ત્યારે હવે અમેરિકાની વાયુસેના અને ભારતની વાયુસેના સંયુક્ત રીતે આગામી દિવસોમાં યુદ્ધાભ્યાસ કરતી જોવા મળશે.
પ્રકાપ્ત વિગત પ્રમાણે ભારત અને અમેરિકાની વાયુ સેના 10 એપ્રિલથી બંગાળના કલાઈકુંડા એરબેઝ પર યુદ્ધાભ્યાસ કરશે. આ સંયુક્ત કવાયતને ‘કોપ ઈન્ડિયા’ નામ આપવામાં આવ્યું છે. વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે યુએસ એરફોર્સના એફ-15 ફાઈટર જેટની એક ટુકડી તેમાં જોડાવા માટે કલાઈકુંડા એરબેઝ પહોંચશે.પ્રથમ વખત કોપ ઈન્ડિયા કવાયત વર્ષ 2004માં ગ્વાલિયરના એરફોર્સ સ્ટેશન ટેકનપુર ખાતે યોજાઈ હતી.
જાણકારી પ્રમાણે આ કવાયતનો હેતુ બંને દેશોની વાયુ સેના વચ્ચે પરસ્પર સમજણ વધારવાનો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા ભારત સાથે રક્ષા સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા ભારતને સૈન્ય ઉપકરણોની નિકાસ વધારવા માંગે છે. યુક્રેન યુદ્ધના મામલે ભારતની કૂટનીતિ ઘણી સફળ રહી છે.
આ સંયુક્ત કવાયતમાં ભારતીય વાયુસેનાના સુખોઈ-30 અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ પોતાની તાકાત બતાવશે. કવાયતમાં મેક ઈન ઈન્ડિયા ઝુંબેશ હેઠળ સ્વદેશી વિમાનની તાકાત બતાવવા માટે ભારત લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસને પણ મેદાનમાં ઉતારી શકે તેવી સંભઆવનાઓ દેખાઈ રહી છે. જ્યાં રશિયાએ ભારતના વખાણ કર્યા છે અને તેને એક મહત્વપૂર્ણ સહયોગી ગણાવ્યો છે ત્યાં અમેરિકા પણ ભારતનું મહત્વ સમજે છે.