ભારતમાં ભૂકંપ અને વાવાઝોડા સહિતની મોટી કુદરતી આફતો વખતે દરેકના મોઢા ઉપર સૌ પ્રથમ નામ એનડીઆરએફનું નામ પ્રથમ આવે છે. એટલું જ નહીં દરેક કુદરતિ આફતમાં એનડીઆરએફના જવાનો પોતાના જીવનની ચિંતા કર્યાં વિના દેશની જનતાનું રક્ષણ અને દેશસેવા કરવા માટે તૈયાર રહે છે. ત્યારે એનડીઆરએફ એટલે શું અને તેની સ્થાપના ક્યાંરે થઈ, તેના વિશે આ આર્ટિકલમાં જાણીશું.
એનડીઆરએફ નું પૂરું નામ છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. એટલે કે રાષ્ટ્રીય આપત્તિ નિવારણ દળ. આ યુનિટ ભારત સરકારના ગૃહ મંત્રાલયની સીધી દેખરેખ હેઠળ આવે છે. જેનું સૂત્ર છે saving lives and beyond. દેશને એનડીઆરએફની રચના કરવાની જરૂર કેમ પડી તે જાણવા માટે ભારતમાં સર્જાયેલી કેટલીક હોનારતો તરફ નજર કરવી પડશે. મીત્રો આજથી લગભગ ૨૫ વર્ષ પહેલાં 1998 માં કચ્છ પર ત્રાટકેલા વાવાઝોડામાં 1100 થી વધુ લોકોના મોત થયા હતા, અને દેશને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.
તો 1999 માં ઓરિસ્સામાં આવેલું મહા વાવાઝોડું જેમાં સરકારી ચોપડે 9,887 ના મોત થયા હતા તો બિનસત્તાવાર મોતનો આંકડો ૩૦૦૦૦ થી વધુનો હતો. ઉપરાંત 444 કરોડનું કુલ નુકસાન થયું હતું. 26 જાન્યુઆરી 2001ના ગુજરાતમાં કચ્છમાં આવેલા ભૂકંપે 20,000 થી વધુ લોકોનો ભોગ લીધો હતો. ધરતીકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ હતું. જેમા ભચાઉ ઉપરાંત ભુજ, અંજાર અને અમદાવાદમાં મોટા પાયે ખુવારી થઇ હતી. અનેક જૂની કે ઊંચી ઇમારતો ધ્વસ્ત થઈ હતી. હજારો લોકો કાટમાળમાં દટાઈ ગયાં હતાં. વર્ષ 2004માં સમુદ્રમાં આવેલી સુનામી એ ભારત સહિત 14 દેશોના ૨,૨૮,૦૦૦ લોકોનો ભોગ લીધો હતો.
આ બધી કુદરતી કે કૃત્રિમ હોનારતોથી વિશ્વને અને ભારતને એ જરૂર જણાઇ કે ખૂબ મોટી રાષ્ટ્રીય આપદા સામે લડવા માટે આગોતરું આયોજન જરૂરી છે. આફત આવીને જાય અને ખૂબ મોટું નુકસાન કરે તેના કરતાં આફત પહેલા અગમચેતીરૂપી પગલાં લેવામાં આવે તો જાનમાલનું મોટું નુકસાન અટકાવી શકાય છે, અને આથી તેના પર ભાર આપવાની તાતી જરૂરિયાત થઈ. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇ 26 ડિસેમ્બર 2005 ના રોજ ભારતની સંસદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એટલે કે આપત્તિ પ્રબંધન કાયદો પસાર કરવામાં આવ્યો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની રચના કરવામાં આવી આ બધા સંબંધિત નીતિ આયોજન અને માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અધ્યક્ષ દેશના વડાપ્રધાન હોય છે. કુદરતી કે માનવસર્જિત હોનારતોમાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ ની રચના કરવામાં આવી છે. હાલ દેશભરમાં એનડીઆરએફની કુલ ૧૬ બટાલિયન તૈનાત છે. એક બટાલિયન માં 1149 સુરક્ષા કરવી હોય છે. એમ કુલ મળીને લગભગ આખા દેશમાં એનડીઆરએફ નો 13,788 નો સ્ટાફ હોય છે. એન ડી આર એફ નું વાર્ષિક બજેટ ₹1600 કરોડ છે એનડીઆરએફની રચનાથી લઈ આજ સુધી ndrf ની કોના જીવ બચાવ્યા છે. ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે એનડીઆરએફની ટીમમાં ડોક્ટર, એન્જિનિયર, ટેક્નિશિયન, ઇલેક્ટ્રીશિયન, ડોગ સ્ક્વોડ, મેડિકલ અને પેરામેડિકલ ટીમ નો સમાવેશ થાય છે.
કેમિકલ, જૈવિક, રેડિયોલોજીકલ કે ન્યુક્લિયર તમામ પ્રકારની ઈમરજન્સી ને પહોંચી વળવા આ ટીમો સજ્જ હોય છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એનડીઆરએફનું હેડકવાટર વડોદરામાં સ્થિત છે. પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવું ભૂકંપની સ્થિતિમાં ઇમારતોમાં માણસોનું દટાઈ જવું, ભૂસ્ખલનની સ્થિતિમાં દટાયેલા લોકોને બહાર કાઢવા, ઉંચી ઈમારતમાં આગ લાગવી કે અન્ય રીતે ફસાયેલા લોકોને બચાવવા સહિતને કામગીરી માટે એનડીઆરએફ ની ટીમને વિશેષ પ્રશિક્ષણ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલું જ નહીં દેશના નાગરિકો જાતે પણ નાની મોટી હોનારતોમાં રાહત અને બચાવ કામગીરી કરી શકે તે માટે ગ્રામ્ય સ્તરે કે શહેરી વિસ્તારમાં કુદરતી કે માનવસર્જિત આફતોથી બચવા માટે તાલીમ કાર્યક્રમ અને પ્રત્યક્ષ નિદર્શન પણ કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં દેશભરમાં એનડીઆરએફ દ્વારા 40 લાખથી વધુ સ્વયંસેવકોને રાહત અને બચાવ કામગીરીની તાલીમ આપવામાં આવી છે વિદ્યાર્થીઓ શિક્ષકો પંચાયતના સભ્યો ગામના યુવાનોને આ તાલીમ આપવામાં આવે છે. ગુજરાતના ત્રણ લાખથી વધુ લોકોએ એનડીઆરએફ દ્વારા પ્રાપ્ત તાલીમ લીધી છે અને સજ બન્યા છે. ભારતમાં આપત્તિનું વ્યવસ્થાપન એ રાજ્ય સરકારની જવાબદારી છે પણ જો ગંભીર પ્રકારની કુદરતી આ બધા આવે તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને સહાય માટે અનુરોધ કરે છે અને ત્યારે એ કિસ્સામાં કેન્દ્ર સરકાર જે તે રાજ્યને જરૂર મુજબ એનડીઆરએફની ટીમ ફાળવે છે ત્યારે એક બાબત ચોક્કસ છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની આ બધા આવે ત્યારે આપણે ચોક્કસથી એનડીઆરએફના સભ્યોને મદદ કરીશું