અમદાવાદઃ ચોમાસાને અનુલક્ષીને વડોદરા નજીક જરોદ સ્થિત રાષ્ટ્રીય આપદા પ્રબંધન દળ – એન.ડી.આર.એફ.ની ગુજરાત અને રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાં તૈનાતીને અદ્યતન કરવાની સાથે વડોદરા મથક ખાતે 6 ટીમો આકસ્મિક જરૂર પ્રસંગે ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવી છે. હાલમાં કુલ 16 ટીમો ઉપલબ્ધ છે. તે પૈકી બે ટીમો રાજસ્થાનના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં વરસાદી આફતની કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ગોઠવવામાં આવી છે.
આપતાં દળના નાયબ સેનાપતિએ જણાવ્યું કે ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં હાલ કુલ 8 ટીમો તૈનાત છે. જ્યારે વડોદરા વડામથક ખાતે કોઈપણ આકસ્મિક કટોકટીના પ્રસંગે તાત્કાલિક ઉપયોગમાં લઇ શકાય તે રીતે 6 ટીમો ઉપલબ્ધ રાખવામાં આવી છે.