Site icon Revoi.in

પોલીસે પીછો કરતા ડરને લીધે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, આરોપી પોલીસ સમક્ષ થયો હાજર

Social Share

અમદાવાદ: શહેરના શિવરંજની પાસે મોડી રાતે શ્રીમંતોના નબીરોઓએ પૂર ઝડપે કાર દોડાવીને ઝૂંપડાની બહાર રસ્તા પર નિંદ્રાધીન પરિવારને અડફેટે લીધા હતો. આ અકસ્માતમાં શ્રમજીવી પરિવારની એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોમાં બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમ મોકલાયા છે, જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

શહેરના  શિવરંજની ચાર રસ્તા નજીક રાત્રે 12.30 વાગ્યે ભયાનક અકસ્માત સર્જીને ફરાર થઇ ગયેલા પર્વ શાહ નામનો આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હતો. અત્રે ઉલ્લે્ખનીય છેકે, આ હિટ એન્ડ રન કેસમાં ફુટપાથ પર સુઇ રહેલી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. જો કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો હતો. આ ગાડી મીઠાખળી રહેતા શૈલેશ શાહ નામની વ્યક્તિની છે. શૈલેશનો 22 વર્ષીય પૂત્ર પર્વ શાહે એન  ડિવિઝન પોલીસ સમક્ષ હાજર થઈને નિવેદન આપ્યું હતું.

જો કે પર્વ શાહ એક સામાન્ય પરિવારમાંથી જ આવે છે અને પોતે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પર્વના પરિવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પર્વ જ્યારે શિવરંજની નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા ખાનગી કારમાં તેનો પીછો કરવામાં આવ્યો હતો. જેના કારણે પર્વ ગભરાઇ જતા તેણે પોતાની કાર ભગાવી હતી. જો કે વરસાદી વાતાવરણ હોવાનાં કારણે કાર પરનો કાબુ તે ગુમાવી દીધો હતો. સાઇડમાં રહેલા ફુટપાથ પર ગાડી ચડી ગઇ હતી. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે 3 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમની સારવાર ચાલી રહી છે. જો કે કારચાલક પર્વના પિતાનો દાવો છે કે, બે ગાડીઓ રેસ કરી રહી હોવાની વાત ખોટી છે. જો કે આ અકસ્માતને નજરે જોનારા લોકોનો દાવો છે કે ઇસ્કોન તરફથી ફિલ્મી સ્પીડે ગાડી આવી રહી હતી. અચાનક ગાડી ઝુંપડાઓમાં બેઠેલા વ્યક્તિઓ પર ચડી ગઇ હતી. જો કે આ અંગે પર્વ શાહે જણાવ્યું કે, અમે સિંધુ ભવનથી નિકળ્યાં. જો કે અમારી પાછળ એક ગાડી પડી હતી. જો કે તે ગાડી સિંધુ ભવનથી શિવરંજની સુધી અમારો પીછો કર્યો હતો. તે ગાડીએ શિવરંજની નજીક અમારી ગાડી દબાવવાનો પ્રયાસ કર્યો. જેના કારણે મારી ગાડી બેકાબુ થઇ હતી.  જો કે મોડી રાત્રે અકસ્માત થયા બાદ લોકો અમને મારવા માટે દોડતા અમે ભાગી ગયા હતા. અકસ્માત થયા બાદ શિવરંજની સુધી તેઓ ભાગીને ગયા હતા જ્યાંથી તેના પિતા તેને લઇ ગયા હતા. ત્યાંથી તેના ફઇના ઘરે તેઓ બેઠા હતા. ત્યાર બાદ પોલીસમાં હાજર થયા હતા. તે સિંધુ ભવન ખાતે મોડી રાત સુધી મિત્રો સાથે બેઠો હતો. વરસાદ હોવાના કારણે તેઓ રોકાઇ ગયા હતા. 12 વાગ્યાની આસપાસ તે ઘરે પરત ફરી રહ્યો હતો.