Site icon Revoi.in

રિપોર્ટ : દર વર્ષે બિલાડીઓ 2.6 અબજ પક્ષીઓને મારે છે, બારીઓ સાથે અથડાય છે 62.4 કરોડ પક્ષી

Social Share

ઉત્તર અમેરિકાના આકાશમાંથી ગત 50 વર્ષમાં ત્રણ અબજ પક્ષીઓ ગાયબ થઈ ગયા છે. આ ખુલાસો 1970થી લઈને અત્યાર સુધી પક્ષીઓની હાજરી પર કરવામાં આવેલા એક વ્યાપક અભ્યાસમાં થયો છે. નવા અભ્યાસમાં પક્ષીઓના વિલુપ્ત થવાના સ્થાન પર પક્ષીઓની ઓછી થતી સંખ્યા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. સાયન્સ મેગેઝીનમાં ગુરુવારે પ્રકાશિત થયેલા અભ્યાસ પ્રમાણે, લગભગ 50 વર્ષ પહેલા કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં લગભગ 10.2 અબજ પક્ષીઓ હતા. તેમા 29 ટકાનો ઘટાડો થયો છે અને હવે અહીં 7.2 અબજ પક્ષીઓ રહ્યા છે.

કૉર્નેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને રિસર્ચ પેપરના મુખ્ય લેખક કીનેથ રોસેનબર્ગે કહ્યુ છે કે લોકોએ આસપાસમાં હાજર પક્ષીઓ પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે તે ધીરેધીરે ગાયબ થઈ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે ડરાવનારી વાત એ છે કે આપણી આંખોની સામેથી તે ગાયબ થઈ રહ્યા છે. જ્યાં સુધી ખૂબ સમય પસાર થઈ જતો નથી, આપણે તેના ઉપર ધ્યાન પણ આપતા નથી. રોસેનબર્ગ અને તેમના સહકર્મીઓએ પક્ષીઓની સંખ્યાનું આકલન હવમાન રડાર દ્વારા કર્યું છે. 1970થી 13 વિભિન્ન પક્ષીઓના સર્વેક્ષણ કરવામાં આવ્યા અને કોમ્પ્યુટર મોડલ દ્વારા ઉત્તર અમેરિકામાં પક્ષીઓની 529 પ્રજાતિઓની સ્થિતિનું આકલન કરવામાં આવ્યું.

રોસનબર્ગે કહ્યુ છે કે તમામ પ્રજાતિઓ તો નહીં, પરંતુ ત્રણ ચતુર્થાંસથી વધારે પ્રજાતિઓની સંખ્યા ઓછી થઈ રહી છે. તેમાથી પણ ઘણી દુર્લભ પ્રજાતિઓ છે. તેમણે કહ્યુ છે કે હવામાન રડારના ડેટાનો ઉપયોગ કરવો અભ્યાસની નવી પદ્ધતિ છે, જે પ્રવાસી પક્ષીઓના ઝુંડોની નોંધણી કરે છે.

મહત્વપૂર્ણ છે કે 2015માં આવેલા એક અભ્યાસ પ્રમાણે, કેનેડા અને અમેરિકામાં બિલાડીઓ દર વર્ષે 2.6 અબજ પક્ષીઓને મારી નાખે છે. બારીઓથી ટકરાવાથી 62.4 કરોડ પક્ષી અને કારથી ટકરાવાથી 21.4 કરોડ પક્ષીઓ માર્યા જાય છે.