- ઉનાળામાં પહેરો આ કુર્તીઓ
- માત્ર કમ્ફર્ટેબલ જ નહીં સ્ટાઇલિશ પણ દેખાશો
- કબાટમાં ચોક્કસથી કરો સામેલ
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ઉનાળામાં કયાં કપડાં પહેરવાં એની પાછળ આપણે આપણો સમય વેડફી નાખીએ છીએ.પરંતુ હવે તમારો સમય વેડફાશે નહીં.કારણકે અમે અહીં તમારા માટે ઉનાળામાં કેવા પ્રકારના કપડા પહેરવા તે વિશે જણાવીશું.
કુર્તીઓ માત્ર કમ્ફર્ટેબલ નથી હોતી પરંતુ તે ખૂબ જ સ્ટાઇલિશ પણ લાગે છે. ઉનાળાને અનુલક્ષીને વિવિધ પ્રકારની કુર્તીઓ પસંદ કરવામાં આવે છે. ત્યારે તમે ઓફિસ, કોલેજ અને રોજિંદા વસ્ત્રોમાં સરળતાથી કુર્તી પહેરી શકો છો.તો આવો જાણીએ કે,તમે ઉનાળામાં કેવા પ્રકારની કુર્તી પહેરી શકો છો.
પ્રિન્ટેડ કુર્તી – તમે ઉનાળામાં લેટેસ્ટ ડિઝાઇનની પ્રિન્ટેડ કુર્તી પહેરી શકો છો. આમાં તમે સોફ્ટ કોટન ફેબ્રિકની કુર્તી પસંદ કરી શકો છો. ઉનાળામાં તમે તેમાં આરામદાયક અનુભવશો.આ સિઝનમાં હળવા રંગની કુર્તી પસંદ કરવી વધુ સારું રહેશે.
શોર્ટ સ્લીવલેસ કુર્તી -તમે ઉનાળામાં શોર્ટ સ્લીવલેસ કુર્તી પહેરી શકો છો.તે તમને સ્ટાઇલિશ લુક આપશે.આ કુર્તી તમે વિવિધ પ્રિન્ટમાં મેળવી શકો છો.તમે હાફ સ્લીવ્સમાં શોર્ટ કુર્તી પણ લઈ શકો છો.તમે તેમને જીન્સ, પલાઝો અને લેગિંગ્સ સાથે કેરી કરી શકો છો.
લોંગ કટ કુર્તી -તમે તમારા માટે ડિઝાઇનર કુર્તી પણ પસંદ કરી શકો છો.તમે ફ્રન્ટ કટ અથવા સાઇટ કટ ડિઝાઇનની કુર્તી પણ પહેરી શકો છો.આ કુર્તીઓને તમે જીન્સ સાથે પહેરી શકો છો.
પ્લેન કુર્તી – ઉનાળા માટે ખૂબ બ્રાઈટ કપડાં પસંદ ન કરો.તેના બદલે તમારા કબાટમાં પ્લેન અને સિમ્પલ આઉટફિટસ શામેલ કરો. તમે જીન્સ સાથે પ્લેન કુર્તી પણ પેર કરી શકો છો.આમાં તમે માત્ર સ્ટાઇલિશ જ નહીં દેખાશો,પરંતુ તમને ગરમી પણ ઓછી લાગશે.