Site icon Revoi.in

જરૂરી દવાઓ થશે મોંઘી, 50 ટકા સુધી વધી શકે છે કિંમત

Social Share

નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીએ 8 દવાઓના 11 ફોર્મ્યુલેશનના ભાવમાં 50%નો વધારો કર્યો છે. આ દવાઓ બનાવવાની કિંમતમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટી સાથેની બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દવાના ફોર્મ્યુલેશનના ભાવમાં 100 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ દવાઓના મહત્તમ દર એટલા ઓછા હતા કે તેનું ઉત્પાદન અને માર્કેટિંગ કરતી કંપનીઓને નુકસાન થઈ રહ્યું હતું. આ કારણે કેટલીક કંપનીઓએ તેનું માર્કેટિંગ પણ બંધ કરી દીધું હતું. આ પછી કેટલીક કંપનીઓએ NPPAને તેમનું માર્કેટિંગ બંધ કરવાની અપીલ પણ કરી હતી. આ ખૂબ જ પાયાની દવાઓ હોવાથી તેના પુરવઠાને ભારે અસર થઈ હતી અને દર્દીઓની સાથે ડોક્ટરોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્તો હતો.

એનપીપીએ દ્વારા જે દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં ગ્લુકોમા, અસ્થમા, ટીબી, થેલેસેમિયા અને માનસિક સ્વાસ્થ્યની સારવારમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે. જે ફોર્મ્યુલેશનના દરમાં વધારો થયો છે તેમાં બેન્ઝિલ પેનિસિલિન 10 લાખ IU ઇન્જેક્શન, સાલ્બુટામોલ ટેબ્લેટ્સ 2 મિલિગ્રામ અને 4 મિલિગ્રામ અને રેસ્પિરેટર સોલ્યુશન 5 મિલિગ્રામ/એમએલનો સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ પ્રથમ લાઇન સારવાર તરીકે થાય છે.