મુંબઈ: ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટરની દોડમાં જેવલીન થ્રો કર્યો હતો અને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. નીરજની સાથે ડીપી મનુ પણ ગ્રુપ એમાં છે, જ્યારે કિશોર જેના ગ્રુપ બીમાં એકમાત્ર ભારતીય છે.નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 85 મીટરથી વધુની જેવલીન થ્રો સાથે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. પેરિસ ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવવા માટે ઓછામાં ઓછું 85.50 મીટરનું અંતર હાંસલ કરવું જરુરી છે અને નીરજે તેના પ્રથમ પ્રયાસમાં જ 88.77 મીટરની સિદ્ધિ હાંસલ કરી હતી.
નીરજ ઉપરાંત ડીપી મનુએ પણ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય કરી લીધું છે. ત્રણ પ્રયાસમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 81.31 મીટરનો હતો, જે તેણે બીજા પ્રયાસમાં હાંસલ કર્યો. તેણે પ્રથમ પ્રયાસમાં 78.10 અને ત્રીજા પ્રયાસમાં 72.40 નો સ્કોર કર્યો હતો.
Neeraj you beauty
Neeraj Chopra starts with a bang with whopping throw of 88.77m in 1st attempt and qualifies for FINAL. And YES…
He has also QUALIFIED for Paris Olympics with that monster throw (Qualifying mark: 85.50m). #Budapest2023 pic.twitter.com/nhYaMrHsKb — India_AllSports (@India_AllSports) August 25, 2023
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછા 83 મીટર દૂર જેવલીન ફેંકવું કે પછી ગ્રુપમાં ટોચના એથ્લીટ્સમાં સ્થાન મેળવવું જરુરી છે. નીરજે પ્રથમ પ્રયાસમાં જ 83 મીટરથી વધુની સિદ્ધિ હાંસલ કરી હતી અને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. નીરજ સિવાય કોઈ પણ એથ્લીટ પ્રથમ પ્રયાસમાં 83 મીટરનું અંતર હાંસલ કરી શક્યો નહતો.
Neeraj Chopra Qualified For World Championship & Paris Olympic 2024#neerajchopra #javelin pic.twitter.com/qalneQvDb5
— Keshav Vats (@Vats_26) August 25, 2023
આ સિઝનમાં નીરજ ચોપરાનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ઈજામાંથી પરત ફર્યા બાદ તે લુસાને ડાયમંડ લીગમાં લયમાં જોવા મળ્યો નહતો, પણ આ સ્પર્ધામાં તે તેના પ્રથમ થ્રોમાં ઘણું અંતર હાંસલ કરવામાં સફળ રહ્યો. એક જ થ્રોના આધારે તેણે ચેમ્પિયનશીપ અને ઓલિમ્પિકની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં કુલ મળીને 27 ખેલાડીઓએ ભાગ લીધો. જેમાંથી 12 એથ્લિટ્સે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. નીરજ ચોપડા ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરનાર પ્રથમ એથલીટ હતા.