Site icon Revoi.in

નીરજ ચોપરાની નવી ઉપલબ્ઘિઃ  વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનીને રચ્યો ઈતિહાસ

Social Share

દિલ્હીઃ નીરજ ચોપરા કે જેઓ રમતગમતના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે ત્યારે ફરી એક વખત તેમણે ઈતિહાસ રચ્યો છે અને ભારરતનું નામ રોશન કર્યું છે.ભારતના ગોલ્ડન બોય  ગણાતા નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે.

માહિતી અનુસાર નીરજ ચોપરા એ હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં નેશનલ એથ્લેટિક્સ સેન્ટર ખાતે જેવલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું  હતું. ફાઈનલમાં કુલ છ પ્રયાસોઅને નીરજે બીજા રાઉન્ડમાં જ 88.17 મીટરનો થ્રો કર્યો હતો. ત્યારથી તેણે પોઈન્ટ ટેબલમાં લીડ જાળવી રાખી હતી અને આ લીડ અંત સુધી જાળવી રાખી હતી.

નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે, તે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભાલા ફેંકમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો.  નીરજની ઐતિહાસિક જીતથી તેના ગામ ખંડરામાં ખુશીનો માહોલ છે ત્યારે દેશભરમાંથી લોકો નીરજને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.