ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાની જીતની ઉજવણી જર્મનીના એક ગામમાં થઈ
દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકની રમતમાં ભારતના ખેલાડી નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ હતી. એટલું જ નહીં હરિયાણા સરકાર દ્વારા તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દરમિયાન ભારતથી સાત સમુદર દૂર જર્મનીમાં પણ નીરજની જીતની ઉજવણી થઈ હતી. જર્મનીના એક ગામમાં લોકોએ નીરજની જીતની ઉજવણી કરી હતી.
ગોલ્ડ મેડાલિસ્ટ નિરજની જીત પાછળ કોચ કમ ડોકટર ક્લોસ બોર્ટીનટ્ઝની મહત્વની ભૂમિકા રહી છે. નીરજના કોચ જર્મનીના આ ગામના છે અને તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે, ગામમાં નીરજની સફળતાથી લોકો ખુશ છે. ગામના લોકો માટે ક્લોસ સેલિબ્રિટી બની ગયા છે. આ ગામના લોકોએ નિરજની ઈવેન્ટને ટીવી પર જોઈ હતી.
ડો.ક્લોસે કહ્યુ હતુ કે, કેટલાક લોકોએ મને ફોન કરીને અભિનંદન આપ્યા હતા, મારા ગામના લોકો રમત સાથે બહુ જોડાયેલા નથી. આમ છતા તેઓ નિરજના દેખાવથી પ્રાભિવત થયા હતા. તેઓ એ જાણવા ઉત્સુક હતા કે ફિલ્મ સ્ટાર જેવા દેખાતા આ ખેલાડીએ કેવી રીતે ઈતિહાસ સર્જયો. નિરજના પૂર્વ કોચ ઉર્વે હોન કહ્યું હતું કે, મને લાગે છે કે, નિરજની સફળતાની અસર બીજા ખેલાડીઓ પર પણ જોવા મળશે. હું અહીંયા આવ્યો ત્યારે મન ખબર હતી કે, નિરજ પાસે કોચ નથી અને એ પછી મેં ક્લોસની ભલામણ કરી હતી. નિરજની ટેકનિકમાં ક્લોસે ખાસો સુધારો કર્યો છે.