NEET-PG પરીક્ષાની તારીખ જાહેર, 11મી ઓગસ્ટના રોજ લેવાશે પરીક્ષા
નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET-PG પરીક્ષાની તારીખ જાહેર કરી છે. એજન્સીએ પરીક્ષાની તારીખ 11 ઓગસ્ટ નક્કી કરી છે. એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે બે પાળીમાં હાથ ધરવામાં આવશે. NEET-PG પરીક્ષા, 23 જૂને સુનિશ્ચિત કરવામાં આવી હતી, તે UG પરીક્ષાના લીક થયેલા પેપરો સહિતની કથિત અનિયમિતતાઓના વિવાદ વચ્ચે શરૂ થવાની હતી તેના કલાકો પહેલા મુલતવી રાખવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર નીટ પરીક્ષાનું પેપર લીક થતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાયો હતો. બીજી તરફ આ મુદ્દે રાજકીય માહોલ ગરમાયું હતું. તેમજ વિપક્ષ દ્વારા સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. સમગ્ર કેસને લઈને સરકારે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરીને આરોપીઓની ધરપકડનો દોર શરૂ કર્યો છે. દરમિયાન નીટ-પીજીની પરિક્ષા 23મી જૂને લેવાની હતી. જો કે, કેટલાક કારણોસર આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પ્રકરણની તપાસ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
(PHOTO-FILE)