Site icon Revoi.in

NEET UG 2022નું પરિણામ જાહેર , 17 જુલાઈના રોજ લેવાઈ હતી પરિક્ષા

Social Share

દિલ્હીઃ-  છેલ્લા ઘણા દિવસોથી નીટની પરિક્ષાનું પરિણામ જાહેર થવાની ચર્ચાઓ હતી ત્યારે હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ  નીટ યુજી, મેડિકલ પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારો તેમના પરિણામ અને NEET UG ફાઇનલ આન્સર કીને NTA NEETની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને તપાસી અને ડાઉનલોડ કરી શકે છે

ઉલ્લેખનીય છે કે  આ વર્ષે નીટ યુજી પરીક્ષા માટે કુલ 18 લાખ 72 હજાર 343 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી કુલ  17 લાખ 64 હજાર 571 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં જો પાસ થનારા વિદ્યાર્થીઓની વાત કરીએ તો  કુલ 9 વાખ 93 હજાર 69 વિદ્યાર્થીઓ પાસ થયા છે.અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની NEET પરીક્ષા જુલાઈ 17, 2022ના રોજ લેવામાં આવી હતી

જાહેર કરાયેલી યાદી પ્રમાણે રાજસ્થાનની તનિષ્કા 715 રેન્ક સાથે ઓલઈન્ડિયામાં પ્રથમ રહી છે,જ્યારે દિલ્હીનો આશષ બદ્ધા આ લીસ્ટમાં બીજા સ્થાને આવ્યો છે જેણે પણ 215 રેમ્ક મેળવ્યા છે.જ્યારે કર્ણાટકનો વિદ્યાર્થી ત્રીજા સ્થાને આવ્યો છે જેણે પણ 715 રેન્ક પ્રાપ્ત કર્યા છે.