- જમ્મુ કરાશ્મીરમાં બે સ્થળો એ વિસ્ફોટ
- ગણતંત્ર દિવસ પહેલા આતંક ફેલાવાનો પ્રયત્ન
દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર રહેલી હોય છએ ત્યારે હવે ગણતંત્ર દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે એવી સ્થિતિમાં આતંકીઓએ અહીની શાંતિ ભંગ કરવાનો નાપાક પ્રયત્ન કર્યો છે.
જાણકારી અનુસાર આતંકવાદીઓએ નરવાલ વિસ્તારમાં બે વિસ્ફોટ કર્યા હતા જેમાં 7 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે.
વિસ્ફોટો બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટો ભીડભાડવાળી જગ્યાએ થયા હતા.ઘટના બન્યાની સાથે જ સુરક્ષાકર્મીઓ તરત જ વિસ્ફોટ સ્થળ પર પહોંચ્યા અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે ફોરેન્સિક ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ નરવાલ વિસ્ફોટ સ્થળ પર પહોંચી ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ આ IED બ્લાસ્ટ હોઈ શકે છે.આ સાથે જ હવે આ બ્લાસ્ટના વીડિયો પણ વાયરલ થયા છે.બીજી એક માહિતી અનુસાર જમ્મુમાં ભારત જોડો યાત્રાના પ્રવેશના બે દિવસ બાદ આ વિસ્ફોટો થયા હતા. જો કે વિસ્ફોટનું સ્થળ યાત્રાથી 58 કિલોમીટરના અંતરે છે.