- NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો
- વિદેશી દાતાઓ વિશે દૈનિક ધોરણે આપવો પડશે એહલાવ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ગુરુવારે ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટને લગતા વ્યવહારો અંગે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે. કેન્દ્રીય બેંકનું આ પગલું ગૃહ મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વિદેશમાંથી રેમિટન્સ સહિત દૈનિક ધોરણે વિદેશી દાતાઓ અંગે રિપોર્ટ કરવા કહ્યું તે પછી આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 2014માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી ત્યારથી FCRA સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે. આ હેઠળ, 2,000 બિન-સરકારી સંસ્થાઓ એફસીઆરએ નોંધણી પણ રદ કરવામાં આવી છે. ત્યારે હવે આ મબત્વનું પગલું લેવામાં આવ્યું છે.
આ મામલે ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટ એફસીઆરએ હેઠળ, વિદેશી ફાળો ફક્ત એસબીઆઈ નવી દિલ્હીની મુખ્ય શાખાના એફસીઆરએ ખાતામાં જ જમા કરાવો પડશે. વિદેશી બેંકો તરફથી FCRA ખાતામાં યોગદાન SWIFT એટલે કે સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા અને ભારતીય બેંકો તરફથી NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને RTGS એટલે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા મોકલવામાં આવે છે.
વધુમાં આ બબાતને લઈને આરબીઆઈએ જણાવ્યું હતું કે પૈસા મોકનાર દાતાનું નામ, સરનામું, મૂળ દેશ, રકમ, ચલણ અને રેમિટન્સનો હેતુ સહિતની તમામ વિગતો આવા વ્યવહારોમાં ગૃહ મંત્રાલયની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં રેકોર્ડ કરવી જરૂરી બને છે.આ સાથે જ આ ફેરફારો હવે NEFT અને RTGS સિસ્ટમમાં 15 માર્ચ, 2023 થી અમલમાં આવશે. આરબીઆઈએ બેંકોને NEFT અને RTGS સિસ્ટમ દ્વારા SBIને વિદેશી દાન મોકલતી વખતે જરૂરી વિગતો મેળવવા માટે જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે.