Site icon Revoi.in

ભારત પાસેથી પાડોશી દેશ નેપાળ વેક્સિનના બીજા 20 લાખ ડોઝ ખરીદશે

Social Share

દિલ્હી- સમગ્ર વિશ્વમાં કોરોનાને માત આપવાની બાબતમાં ભારત મોખરે રહેલો દેશ છે, આ સાથે જ વેક્સિનની બાબતમાં ભારત વિશ્વના ઘણા દેશોની મદદ કરી છે, પાડોશી દેશોને વેક્સિનનો જથ્થો ભારત દ્રારા પુરો પાડવામાં આવી રહ્યો છે, આ પહેલા ભારતે નેપાળને 10 લાખ વેક્સિનના ડોઝ આપ્યા છે.આ સાથે જ અફઘાનિસ્તાન,શ્રીલંકા, ભૂટાન માલદિવ વગેરે દેશઓને વેક્સિનની સપ્લાય કરી હતી.

હવે પાડોશી દેશ નેપાળે વેક્સિનના બીજા 20 લાખ ડોઝ ભારત પાસેથી લેવાનું નક્કી કર્યું છે.આ સમગ્ર મામલે મંત્રીમંડળે વિતેલા દિવસને મંગળવારે આ કરાર માટેની આગળથી ચૂકવણીની પરવાનગી આપી દીધી છે, જ્યારે પાકિસ્તાન હોલ પમ વેક્સિન માટે વલખા મનારી રહેલું જોવા મળે છે.

નેપાળના મીડિયા રિપોર્ટસ પ્રમાણે આરોગ્ય મંત્રી હૃદયેશ ત્રિપાઠીએ આ બાબતે જણાવ્યું છે કે,  “આજે કેબિનેટે ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોરોના વેક્સિનના બીજા 20 લાખ ડોઝ ખરીદવાનો નિર્ણય લીધો છે. આ ડોઝ માટે એડવાન્સમાં 80 ચટકા રકમનું પેમેન્ટ પણ કરવામાં આવશે, નેપાળને એક જ ડોઝ માટે 4 ડોલર ચૂકવવા પડ્યા છે. એટલે કે પાકિસ્તાની ચલણ પ્રમાણે 464 રૂપિયા થાય છે. 20 લાખ ડોઝનો ખર્ચ 93.6 કરોડ આવી શકે છે અને નેપાળ 74.8 કરોડ ડાઉન પેમેન્ટ કરવા માટે રેડી છે.

ભારતે નેપાળની મદદ કરી છે, ત્યારે નેપાળમાં પણ રસીકરણ કાર્ય.કરમ શરુ કરવામાં આવી ચૂક્યો છે. ફ્રન્ટ લાઈનના કામદારોને વેક્સિન સૌ પહેલા આપવામાં આવી રહી છે. નેપાળની જો વસ્તીની વાત કરીએ તો કુલ વસ્તી આશરે 3 કરોડ છે.જેમાં 20 ટકા નેપાળની વસ્તીની મફ્તમાં વેક્સિન આપવામાં આવશે

સાહિન-