Site icon Revoi.in

નેપાળે અગ્નિપથ યોજના હેઠળ ગોરખા જવાનોની ભરતી પર મૂક્યો પ્રતિબંધ

Social Share

દિલ્હી:દેશભરમાં ભારતીય સેનાની અગ્નિપથ યોજનાને લઈને ભારે હોબાળો થયો.અનેક જગ્યાએથી આગજની અને તોડફોડના બનાવો સામે આવ્યા હતા. જો કે સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ યોજનાના લાભોની ગણતરી બાદ યુવાનોનો ગુસ્સો શમી ગયો અને તેઓ આ યોજનાના સમર્થનમાં આવ્યા. દેશમાં આ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.દરમિયાન એક સમાચારે ફરી એકવાર અગ્નિપથ યોજનાને લઈને ભારતનો તણાવ વધારી દીધો છે.નેપાળે આ યોજના હેઠળ ભારતીય સેનામાં ગોરખાઓની ભરતી પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે.

નેપાળના ગોરખાઓ લાંબા સમયથી ભારતીય સેનામાં ભરતી કરી રહ્યા છે. 1947માં નેપાળ, ભારત અને બ્રિટન વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં બ્રિટિશ અને ભારતીય સેનામાં નેપાળી યુવાનોની ભરતી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

નેપાળના વિદેશમંત્રી નારાયણ ખડકે બુધવારે નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવને મળ્યા હતા.આ દરમિયાન, તેમણે તેમને અપીલ કરી કે નવી ભરતી યોજના હેઠળ નેપાળી ગોરખાઓની ભરતીની યોજના મોકૂફ રાખવામાં આવે.

વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે,ખડકેએ શ્રીવાસ્તવને એમ પણ કહ્યું કે 1947નો ત્રિપક્ષીય કરાર અગ્નિપથ યોજના હેઠળ ભારતની નવી ભરતી નીતિને માન્યતા આપતો નથી. આ ત્રિપક્ષીય કરાર ભારતીય સેનામાં ગોરખાઓની ભરતી પર આધારિત છે.