નવી દિલ્હીઃ નેપાળી પર્વતારોહી કામી રીટા શેરપાએ 28 વખત એવરેસ્ટ પર ચઢવાનો પોતાનો રેકોર્ડ તોડ્યો છે. તે 29 વખત વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢનાર વિશ્વનો એકમાત્ર વ્યક્તિ બન્યો છે. 54 વર્ષીય કામી રીટા શેરપાએ 28 વખત 8848.86 મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ આ વખતે તેમણે ફરીથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને નવો રેકોર્ડ બનાવ્યો છે. એવરેસ્ટ મેન તરીકે જાણીતા શેરપાએ 29મી વખત એવરેસ્ટ પર ચઢીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
શેરપાએ વસંતઋતુના એવરેસ્ટ અભિયાનના ભાગરૂપે એક સપ્તાહ પહેલા કાઠમંડુ છોડ્યું હતું. તે 28 પર્વતારોહકોના સમૂહ સાથે નીકળ્યો હતો. જેનું સંચાલન સેવન સમિટ ટ્રેક્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. ટ્રેકના પ્રેસિડેન્ટ મિંગમા શેરપાએ જણાવ્યું કે, કામી રીટા સાગરમાથા પર 29મી ચઢાણ માટે તેમની કંપની સાથે એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. કામી રીટાએ સૌથી વધુ વખત સાગરમાથા પર ચઢવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કામી રીતાએ કહ્યું કે, હું સાગરમાથા પર ચઢવા જઈ રહ્યો છું. હું પર્વતારોહણ કારકિર્દી બનાવવા માંગુ છું. વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું મારું લક્ષ્ય નહોતું.