Site icon Revoi.in

ભારતીય વિસ્તારમાં નેપાળની ચાંચિયાગીરીઃ 5 હેકટર જમીન ઉપર અતિક્રમણ

Social Share

ભારત-નેપાળ સરહદે ભારતીય જમીન પર નેપાળનું અતિક્રમણ વર્ષોથી વધ્યું હોય તેમ અત્યાર સુધી નેપાળે ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું હોવાનું જાણવા મળે છે. આ અંગેનો રિપોર્ટ SSB તેમજ વન વિભાગ દ્વારા સરકાર અને ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે.

વન વિભાગના જણાવ્યા અનુસાર, ટનકપુરની શારદા રેન્જને અડીને આવેલા ભારત-નેપાળ સરહદના શારદા દ્વીપ સહિત બ્રહ્મદેવના અનેક સ્થળોએ 30 વર્ષથી અતિક્રમણ છે. વર્ષ 1995 પહેલા પણ ભારતની જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો.

વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે નેપાળ હાલમાં ભારતના લગભગ પાંચ હેક્ટર જંગલ વિસ્તાર પર અતિક્રમણ કરી રહ્યું છે. જેને નેપાળ પોતાના હોવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે આ જમીનને લઈને અનેક સરહદી વિવાદો થયા છે. આ અતિક્રમણવાળી જગ્યાઓ પર નેપાળના પાકાં મકાનો તેમજ હંગામી ઝૂંપડાં અને દુકાનો બનાવવામાં આવી છે.

નેપાળ દ્વારા કરવામાં આવેલા દબાણ અંગે એસએસબી અને વન વિભાગે તેમના સ્તરેથી સરકારને રિપોર્ટ મોકલી આપ્યો છે. એસએસબીના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અભિનવ તોમરે કહ્યું કે તાજેતરમાં કોઈ અતિક્રમણ થયું નથી. પરંતુ નેપાળના અતિક્રમણનો અહેવાલ ઉચ્ચ સ્તરે મોકલવામાં આવ્યો છે.