કોહિમા:નાગાલેન્ડના નેફિયુ રિયોએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રી તરીકે પાંચમી ટર્મ માટે શપથ લીધા હતા.
ગવર્નર લા ગણેશને કેપિટલ કલ્ચરલ હોલમાં કડક સુરક્ષા વચ્ચે નેફિયુ રિયોને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.
અગાઉ 2018 માં, જ્યારે રિયો મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે શપથ ગ્રહણ સમારોહ સ્થાનિક મેદાનમાં યોજાયો હતો. રિયોએ સોમવારે સાંજે જ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જોકે મત ગણતરી 2 માર્ચે થઈ હતી.
એનડીપીપી અને ભાજપના નેતાઓએ સરકારની રચના અને તેમને સમર્થન માટે સંયુક્ત ઢંઢેરો રજૂ કર્યા પછી તેઓ સોમવારે સાંજે લગભગ 6 વાગ્યે રાજ્યપાલ લા ગણેશનને મળ્યા હતા.