નેટફ્લિક્સના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે CEO પદ પરથી આપ્યું રાજીનામું – અન્ય બે ભાગીદારોને સોંપ્યો કાર્યભાર
- નેટફ્લિક્સના સહ-સંસ્થાપકે આપ્યું રાજીમાનુ
- પોતાના સહકર્મીઓને કાર્યભાર સોંપ્યો
દિલ્હીઃ- ખૂબજ જાણીતુ પ્લેફોર્મ નેટફ્લિક્સના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે ગુરુવારે મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઆઓ ના પદ પરથી રાજીનામું આપ્યું છે.હેસ્ટિંગ્સે એક નિવેદનમાં કહ્યું કે તાજેતરમાં અમે કોવિડના પડકારનો પણ સામનો કર્યો હતો. આની અમારા બિઝનેસ પર પણ ઊંડી અસર પડી. તેમણે કહ્યું કે બોર્ડ અને હું માનું છું કે હવે યોગ્ય સમય છે કે મારે મારા પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને મારે મારા ઉત્તરાધિકારીને કમાન સોંપવી જોઈએ.
આ સહીત તેમણે લાંબા સમયથી પોતાના ભાગીદાર અને સહ-સીઈઓ ટેડ સારાન્ડોસ અને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્રેગ પીટર્સને તેમના પદની આ જવાબદારી સોંપી દીધી છે.
રીડ હેસ્ટિંગ્સ હવે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પોતાની સેવા સતત ચાલુ રાખશે. આ સાથે જ હવેથી ટેડ સરાન્ડોસ અને ગ્રેસ પીટર્સ સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળશે. આ સાથએ જ નેટફ્લિક્સ પરના આ ફેરફારો તરત જ પ્રભાવી થશે.