તમારે તમારા પાર્ટનરને પૈસા સબંધિત કોઈ પ્રશ્નો પૂછવા જોઈએ નહી. જો તમે આ કરો છો, તો તે તમારા સબંધોને બગાડી શકે છે અને તમે અસહન મહેસૂસ કરશો.
સબંધ કેટલો પણ જુનો હોય પણ પૈસાના કારણે ટૂટી જાય છે. એવામાં પાર્ટનરને થોડીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી તમારા સબંધમાં ક્યારેય તીરાડ આવે નહીં. કેમ કે પૈસાને કારણે ઘમે તેટલો જૂનો સબંધ હોય પણ તેમાં પૈસાનો વ્યવહાર થાય એટલે સબંધ બગડવાની શક્યતા ખરી.
તમારે તમારા પાર્ટનરને પૈસા સાથે જોડાયેલા કેટલાક સવાલ ભૂલથી પણ ના પૂછવા જોઈએ. કેમ કે આ સવાલ પૂછવાથી સબંધ બગડી શકે છે.
“શું હું તમારા પૈસા વાપરી શકું?” આ સવાલથી એવું લાગે છે કે તમે તમારા પાર્ટનર પાસેથી પૈસા માંગી રહ્યા છો. અને તેમને અલગ અલગ વિચારો ચાલુ થશે. અને સબંધ બગડવાની શરૂઆત થશે.
“તમે તે વસ્તુ ખરીદી છે?” આ પ્રશ્ન પૂછીને એવું લાગે છે કે તમે તેમની ખર્ચ કરવાની ટેવને કંટ્રોલ કરવા માંગો છો. અને આ વસ્તુ કોઈને ના ગમે કે કોઈ તમને કટ્રોલ કરે.
“તમે આટલા બધા પૈસા ક્યાં ખર્ચ્યા?” આવો સવાલ પૂછવાથી પણ તમારા પાર્ટનરને ખરાબ લાગી શકે છે.
તમારા જીવનસાથી સાથે પૈસા વિશે વાત કરવી મહત્વપૂર્ણ છે. પણ તે બરાબર રીતે કરો, તેનાથી સંબંધ બગડે નહીં. કેમ કે એક વાર આવા પ્રોબ્લેમ થશે એટલે ધીરે ધીરે સબંધ બગવાની શરૂઆત થશે.