આ કામ જીવનમાં ક્યારેય ન કરતા,ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેને પાપ
કર્મ અને ધર્મ – આ વાત દરેક લોકોના જીવનમાં એવી રીતે જોડાયેલો છે કે જેના વિશે આજના સમયમાં દરેક લોકોને આ વાતની જાણ હશે. કેટલાક કામ જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ તેવું આપણા ધર્મ ગ્રંથોમાં પણ લખવામાં આવ્યું છે.
આવામાં જો વાત કરવામાં આવે ભગવદ્ ગીતાની તો, એમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાને ચોરીને પણ મહાપાપની શ્રેણીમાં રાખી છે. માત્ર ધનની ચોરી જ મહાપાપ નથી પરંતુ તમે કોઈ સફળ વ્યક્તિની સાથે છલ કરીને તેની સફળતાની ચોરી કરી લો છો તો આ પણ મહાપાપ જ છે.
જો તમે કોઈ પુરુષ કે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરો છો તો એ પણ મહાપાપ જ છે.
ઈર્ષ્યાને પણ ભગવાન શ્રી કૃષ્ણએ મહાપાપમાં સામેલ કરી છે. કોઈ પણ વ્યક્તિને ઈર્ષ્યા થવી તે એક સામાન્ય વ્યક્તિગત ભાવ છે પરંતુ તેના કારણે ઘણી વખત વ્યક્તિ ખોટા માર્ગને અપનાવી લે છે.
અહંકાર પણ મહાપાપની શ્રેણીમાં આવે છે. આ તમને ખોટા કામ કરવા માટે પ્રેરિત કરી શકે છે.
તમારી અંદર લાલચ છે તો તે પણ મહાપાપમાં આવે છે. આ લાલચ વસ્તુની ધનની, ખાવા-પીવાની કોઈ પણ હોઈ શકે છે.
ભગવદ્ ગીતામાં હિંસાને મહાપાપ માનવામાં આવ્યુ છે. જો તમે કોઈ પણ વ્યક્તિ કે જાનવર સાથે હિંસા કરો છો. તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરો છો કે તેની હત્યા કરી દો છો. આ તમામ મહાપાપ છે.
ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જણાવ્યુ છે કે તમારે જીવનમાં સફળ થવા માટે શું કરવુ જોઈએ અને શું ન કરવુ જોઈએ. ભગવાને જણાવ્યુ છે કે શું કરવાથી તમે પાપના ભાગીદાર બનશો.
હિંદુ ધર્મના ઘણા ગ્રંથ વ્યક્તિને જીવનમાં આવનારી સમસ્યાઓ સામે લડવાની શક્તિ આપે છે. તે જણાવે છે કે તમે કેવી રીતે આ સમસ્યાઓ પર વિજય મેળવી શકશો.