આટલી વસ્તુઓ ચાની સાથે ક્યારેય ન ખાતા , આપના આરોગ્યને પહોંચી શકે છે નુકસાન
ચા એ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ગમે તે ઋતુ હોય, ચા પ્રેમીઓ આ પીણું પીવાનું ટાળતા નથી. ગરમ ચા પીધા પછી એવું લાગે છે કે શરીરનો થાક દૂર થવા લાગ્યો છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ રહ્યો છે. પરંતુ ઘણીવાર ચા એકલી નથી પીવાતી પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને વાનગીઓ ખાવામાં આવે છે. જો કે જો ચા સાથે યોગ્ય વાનગીઓ ન ખાવામાં આવે તો તબિયત બગડતા વાર નથી લાગતી. અહીં કેટલીક એવી ખાદ્ય ચીજોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેનું ચા સાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે અથવા માથાનો દુખાવો થઈ શકે છે, ત્વચાની એલર્જી અથવા ઉલટી થઈ શકે છે..
ચા સાથે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ
દહીં- ચા સાથે ન ખાવી -પીવી જોઇએ તેવી વસ્તુઓમાં એક છે દહીં..જો દહીં અથવા દહીંમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ચા ગરમ છે અને દહીંને ઠંડા ખોરાકમાં ગણવામાં આવે છે, તેથી ચા સાથે તેનું સેવન ન કરવું એ જ સમજદારી છે.
લીંબુ – લીંબુ નિચોવીને બનાવેલા નાસ્તા સાથે ઘણીવાર ચા પીવામાં આવે આવે છે. લીંબુના રસનું એસિડિક સ્તર ચા સાથે મળીને પેટમાં અસ્વસ્થતાનું કારણ બની શકે છે. આનાથી પેટનું ફૂલવું અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ફ્રુટ સલાડ – જો કોઈ એવી વસ્તુ હોય જે ચા સાથે ક્યારેય ન ખાવી જોઈએ તો તે છે ફ્રુટ ટી અથવા ફ્રુટ સલાડ. ફળો અને ચાના મિશ્રણથી એસિડિટી થાય છે. સૂકા ફળો ચા સાથે નાસ્તા તરીકે ખાઈ શકાય છે, પરંતુ ચા સાથે તાજા ફળ ખાવાનું ટાળવું જોઈએ.
લીલા શાકભાજી – લીલા શાકભાજીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને ચામાં ટેનીન અને ઓક્સાલેટ હોય છે જે આયર્નને યોગ્ય રીતે શોષવા દેતા નથી. એટલા માટે લીલા શાકભાજી ચા સાથે ખાવામાં આવતા નથી.
હળદર – ઔષધીય ગુણોથી ભરપૂર હળદરનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ, જો હળદર કે હળદરમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ખાવામાં આવે અથવા પીવામાં આવે તો તેની શરીર પર નકારાત્મક અસર પડે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે અને ચામાં ટેનીન હોય છે અને આ બંને વસ્તુઓ એકસાથે ગેસ્ટ્રિકની સમસ્યા પેદા કરે છે જેનાથી એસિડિટી અને કબજિયાત થવાની શક્યતા વધી જાય છે.