ફ્લાઈટ લેતી વખતે ચેક-ઈન લગેજમાં આ વસ્તુઓ ક્યારેય ન રાખો, નહીં તો મુશ્કેલીમાં મુકાશો
તમારે બહાર ફરવા જવું હોય અને ફ્લાઈટ બુક કરાવવી હોય તો તમે શું કહી શકો? ત્યાં જ ચેક-ઇન લગેજ ભારે સામાન વહન કરવામાં રાહત આપે છે. ચેક-ઈન લગેજમાં કઈ વસ્તુઓ ક્યારેય પેક ન કરવી જોઈએ તે જાણવાની ખાતરી કરો.
ચેક-ઇન સામાનમાં તમારો પાસપોર્ટ, ઓળખ કાર્ડ, બોર્ડિંગ પાસ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ક્યારેય ના રાખવા. સિક્યોરિટી ચેક દરમિયાન તમારે ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. એરપોર્ટ પર તેની કોપી મળવી મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે તમે ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેવા જતા હોય ત્યારે.
દવાઓ પણ ચેક-ઇન સામાનમાં ના રાખવી જોઈએ. તેને હંમેશા તમારી હેન્ડબેગમાં રાખો. સામાન ખોવાઈ જાય અથવા મોડો મળે તો દવાઓ વગર રહેવું પડી શકે છે. સિવાય ફ્લાઈટમાં જરૂર પડતા દવા લઈ શકશો નહીં.
લેપટોપ – મોબાઈલ અને બીજી ઈલેક્ટ્રોનિક વસ્તુઓને ચેક-ઈન લગેજમાં ક્યારેય ના રાખવી જોઈએ, કેમ કે તેમાં તૂટવાનું જોખમ રહેલું છે. તેને ચેક-ઇન લગેજમાં રાખવાના હોય તો રીતે પેક કરવું ખૂબ જ જરૂરી છે.
કેટલાક લોકો ચેક-ઇન સામાનમાં કિંમતી વસ્તુઓ જેમ કે જ્વેલરી વગેરે પણ રાખે છે, જેના લીધે ચોરીનો ડર રહે છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ કારણે, કિંમતી વસ્તુઓ હંમેશા તમારી સાથે રાખવી જોઈએ.