- બાળકોને એકલા ઘરની બહાર ન મૂકવા જોઈએ
- હર સમયે કોઈએ સાથે રહેવું જોઈએ
- મરતા વખતે બાળકને પડી શકે છે અનેક મુશ્કેલીઓ
આજકાલ દરેક માતા પિતા પોતાના કામમાં એટલા વ્યસ્ત થી ગયા છે કે તેઓ બાળકોને એકલા ઘરવી બહાર રમવા મોકલી દે છે, જો બાળક 10 વર્ષથી વધુ વયનું છે તો તેમાં વોંધો નથી પણ જો તમારું બાળક આ ઉમર કરતા ઓછું છએ તો તમારે હવે ચેતી જવાની જરુર છે,કારણ કે નાનું બાળક એકલા બહાર રમે ત્યારે અનેક મુશ્કેલીઓ આવી શકે છેપડી જવું, વાગવું, ઝઘડો કરવો,વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે .
જો તમે એક સારા માતા પિતા બનવા ઈચ્છો છો તો જ્યારે પણ તમારું બાળક બહાર રમનવાનું કહે ત્યારે તમારા તેની સાથે સમય નીકાળીને જવું જોઈએ જેથી કરીને બાળક પર ધ્યાન રાખી શકાય
ફર઼ળિયા કે સોસાયટીના અન્ય બાળકો સાથે તેઓ શું કરે છે અથવા તેમનું વર્તન શું છે તે તમે ત્યારે જ જાણી શકશો જ્યારે તમે બાળકો સાથે જશો, હા તમારા બાળકને દૂર રહીને એકલું મૂકવાનું છએ,એટલે કે બાળથી અજાણ બનીને તેનું ધ્યાન રાખો જેથી તાનરા બાળકના વર્તન વિશે સમજી શકો.
ઘણી વખત બાળકો ઘરની બહાર જઈને જે તે વસ્તુઓને અડકે છે, અથવા રમવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં બાળકોને તે ધ્યાન રાખો કે તેઓ કોઈપણ ઈલેક્ટ્રોનિક થાંભલા, કે જોખમી વસ્તુ પાસે ન રમે.આ સાથે જ બાળકોને અન્ય બાળકો સાથે તાલમેલ કરતા શીખવો આ બધુ ત્યારે શક્ય બનશે જ્યારે તામરું બાળક બહાર રમી રહ્યું હોય અને તમારું ધ્યાન તેના પર હોય.