Site icon Revoi.in

પૂજા અને આરતી કરતા વખતે ક્યારેય ન કરવી જોઈએ આટલી ભૂલો -જાણો દિવો પ્રગટવાની સાચી રીત

Social Share

ભગવાનની પૂજામાં દીવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાથી પૂજા સ્થળની આસપાસની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ જ કારણ છે કે કોઈપણ પૂજા-પાઠ અથવા માંગલિક કાર્યમાં દીવો ફરજીયાતપણે પ્રગટાવવામાં આવે છે. આ સિવાય ઘરમાં સુખ-શાંતિ માટે લોકો પૂજા કર્યા પછી ભગવાન કી આરતી કરે છે

ખાસ આરતીની થાળીમાં દીવો પ્રગટાવીને આખા ઘરમાં ફેરવવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. પરંતુ ઘણીવાર લોકો દીવો પ્રગટાવતી વખતે કેટલીક ભૂલો કરે છે. જેની અસર આર્થિક જીવન પર પડે છે. ચાલો જાણીએ કે દીવો પ્રગટાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પૂજામાં માત્ર યોગ્ય આકારના દીવાનો ઉપયોગ કરવો સારી બાબત છે.

પૂજા શરૂ કરતા પહેલા એ પણ ધ્યાન રાખો કે દીવો સાફ છે કે નહીં. પૂજામાં ઉપયોગમાં લેવાતા પિત્તળના દીવાને જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો ભગવાનની પૂજા જાણે અઘુરી રહે છે.

જો આપણે દરરોજ સવાર-સાંજ ઘરમાં દીવો પ્રગટાવીએ તો એ વાતનું ધ્યાન રાખો કે ઘીના દીવામાં રૂની વાટનો ઉપયોગ કરવામાં આવે છે,

આ સાથે જ તેલના દીવામાં લાલ રંગની કલવાની વાટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

પૂજા દરમિયાન દીવો ક્યારેય ખાલી ન રાખવો. પૂજા સ્થાન પર અક્ષતને બિછાવીને તેના પર દીવો કરવો જોઈએ. તેમજ તે સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ.

આ સિવાય તમારે તમારા ઘરમાં સમયાંતરે ગંગાજળનો છંટકાવ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી.