Site icon Revoi.in

ચહેરા પર ફાઉન્ડેશન લગાવતા વખતે ક્યારેય ન કરો આટલી ભૂલ, નહી તો સુંદરતા થઈ જશે ખરાબ

Social Share

દરેક યુવતીઓ મેકઅપ કરતી હોય છે જેથી કરીને તે પોતેન સુંદર અને આકર્ષક દેખાઈ શકે,જો કે મેકઅપમાં સૌથી મહત્વની વસ્તુ છે ફાઉન્ડેશન, જે લગાવવાથી તમારા ડાઘ-ધબ્બા ગાયબ કરવાની સાથે સાથે ત્વચાને પણ સુંદર બનાવે છે. તમે તમારી સ્કિન ટોન પ્રમાણે માર્કેટમાંથી કોઈપણ ફાઉન્ડેશન ખરીદી શકો છો, પરંતુ યાદ રાખો કે તમારે તમારી સ્કિન ટોન જેવું જ ફાઉન્ડેશન લેવું પડશે, નહીં તો ફાઉન્ડેશન લગાવ્યા પછી તમારો ચહેરો થોડો કાળો દેખાશે. આજે અમે તમને મેકઅપની આવી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમારે બચવું જોઈએ.

ત્વચાને ઘોઈને ન સુકવવાની મિસ્ટેક

માત્ર વાઇપ શીટથી ચહેરો લૂછીને ક્યારેય ઉતાવળમાં ફાઉન્ડેશન અપ્લાય ન કરો, પરંતુ મેકઅપ કરતા પહેલા હંમેશા ફેસ વોશથી ચહેરો ધોઈ લો. ત્યાર બાદ ચહેરાને સારી રીતે સુકાવો.

મોઇશ્ચરાઇઝર ન લગાવવું

ચહેરાને યોગ્ય રીતે હાઇડ્રેટ કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોની ત્વચા તૈલી હોય છે, તેથી તેઓ તેમના ચહેરા પર ડાયરેક્ટ ફાઉન્ડેશન લગાવે છે, જ્યારે આમ કરવાથી ન માત્ર તમારો મેકઅપ બગડી શકે છે પરંતુ તમારી ત્વચા પણ ઉધડેલી જોવા મળે છે

પરસેવા પર ક્રીમ અપ્લાય કરવી

મેકઅપ દરમિયાન, તમારે હવાની અવરજવરવાળી જગ્યાએ રહેવું જોઈએ, જેથી ઉનાળામાં તમને પરસેવો ન થાય. જ્યારે તમને પરસેવો આવે ત્યારે તમારે તમારા ચહેરાને પાણીથી સાફ કરવું પડશે. પરસેવાની ત્વચા પર ક્રીમ લગાવવાનું ભૂલશો નહીં.

વધારે પડતું ફાઉન્ડેશન લગાવવું

ફાઉન્ડેશન તમને સારું કવરેજ આપે છે પરંતુ એનો અર્થ એ નથી કે તમારે દરેક પિમ્પલના નિશાનને કવર કરવા માટે ઘણું ફાઉન્ડેશન લગાવવું પડશે. આના કારણે તમારો ચહેરો પ્રાકૃતિક દેખાશે નહીં અને મેકઅપ ઉતરવાની શક્યતા પણ વધી જશે.