- સુશાંત છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 5 જુદા જુદા મનોચિકિત્સકોને મળ્યો હતો
- સુશાંત ડીપ ડિપ્રેશનની ફરિયાદ સાથે એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં એડમિટ થયો હતો
- મુંબઈ પોલીસે બે ડોકટરો સાથે શુક્રવારે અનેક કલાકો સુધી પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું
અમદાવાદ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આપઘાત કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. સૂત્રોનો દાવો છે કે અત્યાર સુધીની તપાસમાં પોલીસને એવી જાણકારી મળી છે કે સુશાંતને ઓક્ટોબર 2019માં ડીપ ડિપ્રેશનની ફરિયાદ સાથે એક અઠવાડિયા માટે મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સુશાંત છેલ્લા કેટલાક વર્ષોમાં 5 જેટલા જુદા મનોચિકિત્સકને મળ્યો હતો. મુંબઈ પોલીસે શુક્રવારે આ બે ડોકટરોની અનેક કલાકો સુધી પૂછપરછ કરી અને નિવેદન નોંધ્યું હતું.
આમાંના એક ડોક્ટરે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા એક વર્ષથી સુશાંતની સારવાર કરી રહ્યો હતો. સુશાંતની ઓળખાણ રિયા ચક્રવર્તીએ મિત્રની ભલામણ પર કરી હતી. સુશાંત તે સમયે ખૂબ જ ડિપ્રેશન અને ટ્રોમામાં હતો અને મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો. ઊંઘનો અભાવ, મૂંઝવણમાં મૂકવું, દરેક વસ્તુને શંકાથી જોવું… આ તેમનામાં પ્રારંભિક લક્ષણો હતા.
સુશાંત જ્યારે પણ કાઉન્સેલિંગ માટે આવતો હતો ત્યારે તેમની સાથે રિયા પણ આવતી હતી. પોલીસે ડોકટરોને કાઉન્સેલિંગ દરમિયાન તેમની નોટસ, મેડિકલ ફાઇલો અને સુશાંતથી જોડાયેલા અન્ય દસ્તાવેજો પણ શેર કરવા જણાવ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે મનોચિકિત્સકે સુશાંત અને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક વધુ મહત્વપૂર્ણ જાણકારી પોલીસ સાથે શેર કરી છે, જે આ સમયે મીડિયા સાથે શેર કરી શકાતી નથી.
(Devanshi)