Site icon Revoi.in

ભારતરત્નની નવી ઘોષણાએ ઈન્ડિયા ગઠબંધનની બીજી વિકેટ ખેરવી, RLD ચીફ જયંત ચૌધરીએ ભાજપ સાથે મળી ચૂંટણી લડવાની કરી વાત

Social Share

નવી દિલ્હી: રાષ્ટ્રીય લોકદળ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણી 2024 માટે ગઠબંધનની ઘોષણા માત્ર ઔપચારીકતા રહી ગઈ છે. શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જયંત ચૌધરીના દાદા ચૌધરી ચરણસિંહને ભારતરત્ન એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી. કેન્દ્ર સરકારના આ એલાન બાદ જયંત ચૌધરી પાર્ટી નેતાઓની સાથે મીડિયાથી રૂબરૂ થયા હતા. ગઠબંધનના સવાલ પર તેમણે કહ્યુ કે જુઓ કોઈ કસર રહે છે, હું ક્યાં મોંઢે સવાલ કરું તમારા સવાલોનો.

આ દરમિયાન જ્યારે તેમને લોકસભા ચૂંટણી 2024માં ભાજપ સાથે સીટ શેયરિંગ પર સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યુ કે આજે શરત, સીટ અને ચૂંટણીની વાત કરવી આજના દિવસના મહત્વને નાનું કરશે. આ દિવસ એ પળ વારંવાર નહીં આવે. આ જશ્નમાં સૌ સામેલ છે.

જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે શું હવે એ માની લેવામાં આવે કે તેઓ પીએમ મોદી અને ભાજપની સાથે જવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, તો તેમણે કહ્યુ કે હું ઘણી મોટી વધામણી આપું છું. પીએમએ આજે જે નિર્ણય કર્યો તે સાબિત કરે છે કે તેઓ દેશની મૂળ ભાવના અને ચરિત્રને સમજે છે. ચૌધરી ચરણસિંહના દરેક અનુયાયીના દિવસને જીતવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.