- સુરતથી મહુવા જવું થશે સરળ
- કાર્યરત ટ્રેનમાં નવા કોચ જોડવામાં આવશે
- મુસાફરો માટે મહત્વના સમાચાર
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખતાં 09049/09050 સુરત-મહુવા સ્પેશિયલ ટ્રેનમાં નવેમ્બર 2021ના પ્રથમ અઠવાડિયામાં પાંચ સ્લીપર અને એક સેકન્ડ સિટીંગના વધારારૂપેરબના રૂપે કોચ જોડવામાં આવી રહ્યા છે.
તે મુજબ ટ્રેન નં. 09049 સુરત-મહુવા સ્પેશિયલમાં તારીખ 30 ઓક્ટોબર 2021થી 07 નવેમ્બર 2021 સુધી (બુધવાર અને શુક્રવાર સિવાય) તેમજ મહુવાથી ટ્રેન નં. 09050 મહુવા-સુરત સ્પેશિયલમાં તારીખ 31 ઓક્ટોબર 2021થી 08 નવેમ્બર 2021 સુધી (ગુરૂવાર અને શનિવાર સિવાય) પાંચ સ્લીપર અને એક સેકન્ડ સિટીંગ સહિત કુલ છ કોચ વઘારાના રૂપે જોડવામાં આવી રહ્યા છે.
આ સ્પેશિયલ ટ્રેન ના હોલ્ટ અને કમ્પોઝિશન તેમજ સમયપત્રક વિશે વિસ્તૃત માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianraiel.gov.in પર જોઈ શકે છે. પશ્ચિમ રેલવેનો યાત્રીઓને અનુરોધ છે કે તેઓ બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્ય પર COVID-19 થી સંબધિત માપદંડો અને એસઓપીનુ પાલન કરે.