દિલ્હીમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દસ્તકઃ તાન્ઝાનિયાથી પરત ફરેલો વ્યક્તિ સંક્રમિત
- હવે રાજધાનીમાં ઓમિક્રોનની એન્ટ્રી
- તાન્ઝાનિયાથી પરત ફરેલ વ્યક્તિ સંક્રમિત
- દેશમાં કુલ આ વેરિએન્ટના 5 કેસ
દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય ફેલાયો છે,ત્યારે હવે ભારતમાં પણ ઘીમે ઘીમે તેના કેસ વધતા જોવા મળી રહ્યા છએ અત્યાર સુઘી ગુજરાતમાં એક કેસ, મહારા્ટ્રમાં એક કેસ અને કર્ણાટકમાં 2 કેસ નોઁધાયા હતા આમ આજે સવાર સુધી કુલ 4 કેસ જોવા મળતા હતા ત્યા હવે નવો બીજો એક કેસ નોંધાયો હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી પ્રમાણે એક વ્યક્તિ તાન્ઝાનિયાથી દિલ્હી પરત ફર્યો હતો તેનામાં ઓમિક્રોન વાયરસની પૃષ્ટિ કરવામાં આવી છે.વિદેશથી આવેલા 12 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમાં તાન્ઝાનિયાથી દિલ્હી પહોંચેલ અને લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરાયેલો વ્યક્તિ આજે નવા કોવિડ વેરિઅન્ટ, ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યો છે.
ભારતમાં ઓમિક્રોનના પ્રથમ બે કેસ આ સપ્તાહની શરૂઆતમાં કર્ણાટકમાંથી નોંધાયા હતા. અન્ય બે કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા હતા. 25 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શોધાયેલ નવા પ્રકારને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “ચિંતાનો પ્રકાર” તરીકે વર્ણવવામાં આવ્યો છે.