નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરલમાં કોવિડ-19ના 300 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 3 દર્દીઓના મોત થયાં હતા. આ સાથે દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા વધી 2669 થઈ છે. દેશમાં કોવિડના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાકમાં કોવિડના 358 પોઝિટિલ કેસ નોંધાયાં છે. કેરલ ઉપરાંત કર્ણાટકમાં 13, તમિલનાડુમાં 12, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10, તેલંગાણામાં 5, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને પોંડીચેરીમાં બે-બે, આંધ્રપ્રદેશ, અસમ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યાં છે, જ્યારે પંજાબમાં એક અને કર્ણાટકમાં બે મળીને 3ના મોત થયાં છે. આમ 24 કલાકમાં છ લોકોના કોવિડ-19ના કારણે મોત થયાં છે.
દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ગઈકાલે બુધવારે આ નવા સબ-વેરિએન્ટના 21 કેસ સામે આવ્યા હતા. જેથી એક્સપર્ટ દ્વારા વાયરસથી બચવા માટે જરુરી ઉપાયનું પાલન કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું હતું કે, નવો વેરિએન્ટ ચિંતાજનક નથી. જેનાથી ડરવાની જરુર નથી. લોકોમાં કોવિડના આ નવા વેરિએન્ટને લઈને સૌથી વધારે ચિંતા છે. લોકોને ભીડભાડવાળી જગ્યા પર માસ્ક પહેરીને જવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલો અને ભીડવાળી જગ્યાઓ ઉપર સેનિટાઈઝરનો ઉપયોગ કરવા સુચના અપાઈ છે. તેમજ લોકોને પોતાની સાથે જ સેનિટાઈઝર રાખવાની સાથે વારંવાર હાથ સાફ કરવા માટે અપીલ કરાવી છે. રસીકરણ માટા પાયે થયું હોવાથી કોવિડથી વધારે ચિંતા કરવાની જરુર નથી.