- ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો નવો નિર્ણય
- ક્રિકટરો પોતાના વાળ નહી કપાવી શકે
- કોરોનાને લઈને લીધો નિર્ણય
મુંબઈ:હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડ સામે એશિઝ રમી રહી છે. ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયના પ્રવાસે છે ત્યારે ઓસ્ટ્રેલિયન બોર્ડ દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે. વાત એવી છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બન્ને દેશ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ખેલાડીઓ માટે કડક નિયમો લાગુ કર્યો છે. હવે ખેલાડીઓ વાળ નહીં કપાવી શકે. પાંચ મેચની સિરીઝમાં મહેમાન ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. બીજી ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાએ પ્રવાસી ટીમ પર નોંધપાત્ર લીડ મેળવી લીધી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મેલબોર્ન અને સિડનીમાં યોજાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટ દરમિયાન કોરોનાની સ્થિતિના સંજોગોમાં ખેલાડીઓ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. એક ખેલાડીએ જણાવ્યું હતું કે તેમને વધુમાં વધુ ત્રણ લોકોના જૂથમાં જ પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
જો કે કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ બીજી ટેસ્ટમાંથી બહાર છે તેના સ્થાને સ્ટીવ સ્મિથ કેપ્ટન્સી કરી રહ્યો છે.
વધુ જાણકારી અનુસાર સંપૂર્ણ એક બોલિંગ યુનિટ સાથે નહીં ઊતરી શકે. આ ઉપરાંત ખેલાડીઓને રેસ્ટોરન્ટમાં જમવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો છે. પેટ કમિન્સ આ રીતે જ એક દર્દીના સંપર્કમાં આવી ગયો હતો. ખેલાડીઓ હવે બારમાં પણ નહીં જઇ શકે અહેવાલો અનુસાર બન્ને ટીમના ખેલાડીઓને નવા નિયમોની માહિતી આપી દેવાઇ છે. ખેલાડીઓ હવે બારમાં પણ નહીં જઇ શકે. આ ઉપરાંત તેમને વાળ કપાવવા અને પબ્લિક જિમમાં જવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ઉપરાંત હવે ખેલાડીઓ મેદાનમાં પોતાના ફેન્સને મળી શકશે નહીં અને ઓટોગ્રાફ્સ પણ આપી શકશે નહીં. ખેલાડી પોતાના પરિવાર અથવા મિત્રોને જ મળી શકશે. આ ઉપરાંત ટીમમાં સામેલ થતાં પહેલાં તેમનો ટેસ્ટ થશે.