- ચીનમાં કોરોનાના 24 પ્રકારો
- ચામડચીટડિયામાં મળ્યા કોરોનાના નવા પ્રકારો
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની ઉત્પપત્તિ ચીનમાંથી થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ચીનની વુહાનની લેબમાંથી કોરોના વાયરસ બનાવવામાં આવ્યો હતો તેવા દાવા અનેક દેશોના વૈજ્ઞાનિકો અત્યાર સુધી કરી ચૂક્યા છે, ત્યારે હવે ચીન પર નવી મુસીબત મંડળાઈ રહી છે.
ચીની સંશોધનકારોને દક્ષિણ પશ્ચિમ ચીનના ચામડચીડિયામાંથી કોરોનાવાયરસના 24 નવા જીનોમ મળી આવ્યા છે.આ નવા સ્વરુપોમાંથી ચાર વર્તમાન કોરોના વાયરસ માટે જવાબદાર ‘સાર્સ-કોવ -2’ વાયરસ જેવા જ છે અને તે એટલા જ પ્રકારે ગંભીર પણ છે.
સેલ જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં શેનડોન્ગ યુનિવર્સિટીના ચાઇનીઝ સંશોધનકારોએ જણાવ્યું હતું કે તેમને મળેલા 24 નવા કોરોના વાયરસ જિનોમમાંથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ચામડચીડિયામાં ઘણા પ્રકારના કોરોના વાયરસ છે અને તેઓ લોકોમાં જુદી જુદી રીતે ફેલાય રહ્યા છે.આ નવા પ્રકારો તેની વિવિધ જાતોમાંથી મળ્યા છે
સંશોધનકારોએ મે મહિના વર્ષ 2019 થી નવેમ્બર 2020 ની વચ્ચે જંગલોમાં મળી આવેલા નાનાચામડચીડિયાઓ નમૂનાઓ લઈને તેમની તપાસ શરૂ કરી હતી. તેમના મળ, પેશાબ અને મોંમાંથી લીધેલા નમૂનાઓની નજીકથી તપાસ કર્યા બાદ એક જીનોમ એવું મળ્યું હતું કે તે સાર્સ-કોવી -2 જેવો જ છે. તે અત્યાર સુધીમાં મળેલા તમામ જીનોમમાંથી સાર્સ કોવ 2 જેવો સ્ટ્રેન છે.
જોકે આ નવા પ્રકારો વચ્ચે ડબ્લ્યુએચઓએ હજી સુધી તેના પર કોઈ અભિપ્રાય આપ્યો નથી. આ બધાની વચ્ચે, ચીનમાં મળેલા આ નવા 24 સ્વરૂપોનાથે ચીન પર દબાણ વધવાનું હવે નક્કી જ છે. દોઢ વર્ષ પહેલા કોવિડ -19 નો પહેલો કેસ ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો. આ પછી તે ખૂબ જ ઝડપથી ફેલાયું અને વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ લીધું. પરંતુ હજી સુધી તેના સ્ત્રોત વિશે ચર્ચા ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે,આ નવા 24 પ્રકારોની શોધ બાદ સંશોધનકારોને ડર છે કે કોરોના મહામારીના આ સંકટ સમાપ્ત થવાની આશાઓ ઓછી થઈ ચૂકી છે. આ વાયરસ ફેલાવવાની કેટલાક વિસ્તારોમાં ગતિ ખૂબ જ ઝડપથી છે.આ બાબતે હવે ચીનની ચિંતામાં વધારો થયો છે.