નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશેની ટિપ્પણી મુદ્દે સંસદમાં હંગામો થયો હતો. વિપક્ષ કોંગ્રેસ પર માફી માંગવા માટે સતત ભાજપના સાંસદોએ સતત માંગણી કરી હતી.. આ દરમિયાન સંસદ ભવનમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે આક્રમક બોલાચાલી થઈ છે.
બીજેપી સાંસદ રમા દેવી સાથે સોનિયા ગાંધી વાત કરી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ત્યાં જ ઉભા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, તમારે અધીર રંજનની ભૂલો માટે માફી માંગવી જોઈએ. હું આપની જોઈ મકક કરી શકું છું, આપનું નામ મે લીધું હતું. દરમિયાન સ્મૃતિ પર નારાજગી દર્શાવતા સોનિયા ગાંધીએ કહ્યું કે મારી સાથે વાત ન કરો.
અધીર રંજન ચૌધરીની ટિપ્પણી પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટી દરેક રીતે આદિવાસીઓને નબળા પાડવાનો પ્રયાસ કરી રહી છે. જેથી કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ પહેલા જ માફી માંગી ચૂક્યા છે, અધીર રંજન દાવો કરી રહ્યા છે કે માફી માંગવાની કોઈ જરૂર નથી.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિના અપમાનને લઈને આખો દેશ ગુસ્સે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી વારંવાર આદિવાસી સમાજનું અપમાન કરી રહી છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ કહે છે કે અધીર રંજને માફી માંગી હતી પરંતુ અધીર રંજન કહે છે કે હું શા માટે માફી માંગુ.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, અધિર ચૌધરીની ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે. કોંગ્રેસ પાર્ટીએ માફી માંગવી જોઈએ. આ દેશની મહિલાઓનું અપમાન છે, દેશના આદિવાસીઓનું અપમાન છે અને સાથે જ ભારતના સર્વોચ્ચ બંધારણીય પદનું પણ અપમાન છે.
સોનિયા ગાંધીએ લોકસભામાં અધીર રંજન ચૌધરી વિશે કહ્યું કે, ચૌધરી પહેલા જ માફી માંગી ચૂક્યા છે. જ્યારે સોનિયા ગાંધીને સંસદ પરિસરમાં પૂછવામાં આવ્યું કે, શું તેઓ ચૌધરીને માફી માંગવા કહેશે, તો તેમણે કહ્યું, “તેઓ પહેલેથી જ માફી માંગી ચૂક્યા છે.” તેમના મોંમાંથી ભૂલથી એક શબ્દ નીકળી ગયો અને ભાજપ પાસે કોઈ મુદ્દો નથી, તેથી તે તેને ઉઠાવી રહી છે.
ભાજપે ગુરુવારે આ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો અને સોનિયા ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકરને વિનંતી કરી હતી કે તેઓ તેમના નિવેદન માટે લાગેલા આરોપો પર તેમને ગૃહના ફ્લોર પર બોલવાની તક આપે, તેમણે આ અંગે એક પત્ર પણ આપ્યો છે.