Site icon Revoi.in

નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટના અત્યાર સુધીમાં ચાર જજ કોરોના પોઝિટિવ

Social Share

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટના ચાર જજને કોરોના હોવાની પુષ્ટિ થઇ છે.સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રી સુત્રોએ શનિવારે આ અંગે માહિતી આપી હતી.કોવિડના કેસો જોતા સુપ્રીમ કોર્ટએ એક પરિપત્ર જારી કર્યો.જેમાં કહેવામાં આવ્યું હતું કે,તમામ કેસોની સુનાવણી વર્ચ્યુઅલ મોડમાં મુખ્યના આવાસીય કાર્યાલયમાં થશે

પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું કે ખૂબ જ જરૂરી ઉલેખનીય કેસ,તાજેતરના કેસ,જામીન કેસ,નજરબંદીના કેસ અને નિશ્ચિત તારીખના કેસો ને જ સુચિબદ્ધ કરવામાં આવશે.આ વ્યવસ્થા 10 જાન્યુઆરીથી આગલા આદેશ સુધી અમલમાં  રહેશે.

ઉલ્લેખનીય છે કે,હજુ ત્રણ દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટના બે જજ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.ત્યારે ફરી વખત વધુ બે જજ પોઝિટિવ મળી આવતા  આ સંખ્યા ત્રણ દિવસમાં ડબલ થઇ છે.