નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ હસીના વચ્ચે મુલાકાત
નવી દિલ્હીઃ ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. થોડા સમય બાદ બંને નેતાઓ વચ્ચે દ્રિપક્ષી વાતચીત થવાની છે.
બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારતના યોગદાનને અમે હંમેશા યાદ રાખીએ છીએઃ શેખ હસિના
સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે મળેલી બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.
બાંગ્લાદેશે રોહિંગ્યા મુદ્દે પીએમ મોદી પાસે વ્યક્તિગત પહેલ કરવાની આશા વ્યક્ત કરી હતી. હવે દ્વિપક્ષીય વાટાઘાટોમાં શેખ હસીના ભારતને રોહિંગ્યાઓની વાપસી માટે વિનંતી કરે તેવી શકયતા છે. માનવતાના ધોરણે રોહિંગ્યા મુસ્લિમોને મદદ કરવી હવે બાંગ્લાદેશ માટે માથાનો દુખાવો બની ગઈ છે. લગભગ 1.5 લાખ રોહિંગ્યા શરણાર્થીઓ હાલમાં બાંગ્લાદેશમાં છે. આમાંના ઘણા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે.