Site icon Revoi.in

લોકસભાની ચૂંટણી બાદ નવું સીમાંકન, ગુજરાતમાં સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા વધશે

Social Share

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી યોજાઈ તે પહેલા દેશના તમામ રાજ્યોમાં વિધાનસભાની બેઠકોનું નવું સીમાંકન હાથ ધરવામાં આવશે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 2026માં નવા સીમાંકન આયોગની રચના કરવામાં આવશે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી જૂના સીમાંકન મુજબની અંતિમ બની રહેશે. આગામી માર્ચથી મે મહિનાની વચ્ચે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે રાજ્યોની વિધાનસભાના નવા સીમાકન માટે આયોગની રચના કરવામાં આવશે. વર્ષ 2026માં ઈસીઆઈ શરૂ થનાર સીમાંકન માટેની પ્રક્રિયા બાદ દેશમાં  લોકસભાની બેઠક 543થી વધીને 800એ પહોંચશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા 2024 ની ચૂંટણી બાદ બેઠકોનું નવું સીમાંકન કરાશે. જેથી સાંસદો અને ધારાસભ્યોની સંખ્યામાં વધારો થશે.. લોકસભાની ચૂંટણી બાદ ચૂંટણી પંચ નવા સીમાંકન આયોગની રચના કરશે. જેમાં સાંસદોની સંખ્યા વધી જશે. તેની અસર ગુજરાતમાં પણ થશે. ગુજરાતમાં પણ સાંસદોની સંખ્યા 26 થી વધીને 42 સુધી પહોંચી જશે. એટલે ગુજરાતમાં 16 સાંસદો વધે તેવી શક્યતા હાલ જોવાઈ રહી છે.  લોકસભાના હાલના સીમાંકનની મુદત વર્ષ 2027 સુધીમાં પૂરી થવાની છે. તેથી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2026 થી જ નવા સીમાંકન માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ માટે નવા આયોગની રચના કરવામાં આવશે. જેમાં લોકસભામાં ચૂંટાયા પ્રતિનિધિઓની સંખ્યા અત્યાર સુધી 543 હતી, જે વધીને 800 થી વધુ પર પહોંચે તેવી શક્યતા છે. જો આ આંકડો વધશે તો ગુજરાતના સાંસદો પણ વધશે. ગુજરાતને 16 થી 17 નવા સાંસદો મળે તેવી શક્યતા છે.

સૂત્રોના કહેવા મુજબ  દેશમાં હાલના સીમાંકન પ્રમાણે વર્ષ 2024ની ચૂંટણી છેલ્લી ચૂંટણી બની રહેશે. કેમ કે આગામી વર્ષે માર્ચથી મે મહિના વચ્ચે યોજાનારી ચૂંટણી પછી ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભા બેઠકના સીમાંકન માટે આયોગની રચના કરશે. વર્ષ 2026માં શરૂ થનારી સીમાંકન માટેની પ્રક્રિયામાં લોકસભાની હાલની બેઠક 543માંથી વધીને 800 સુધી પહોંચશે. તો ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોની સંખ્યા 26થી વધીને 42 આસપાસ રહેશે એવું પ્રાથમિક અનુમાન છે.  આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે. નવી દિલ્લીમાં જે નવું સંસદ ભવન તૈયાર થઈ રહ્યું છે. તેમાં લોકસભાના સાંસદોની બેઠક ક્ષમતા 888 છે. જ્યારે રાજ્યસભાના સાંસદો માટે 384 બેઠક રાખવામાં આવી છે. જેના કારણે ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2026માં નવા સીમાંકન માટે આયોગ રચાશે, ત્યારે લોકસભામાં સાંસદોની સંખ્યા 543 થી વધીને 800થી વધારે રહેશે તેવી શક્યતા છે. રાજ્યસભામાં 245 ના સ્થાને 332 જેટલાં સાંસદ રહેશે તેવું મનાઈ રહ્યું છે. આ તરફ ગુજરાતમાં પણ વિધાનસભાની બેઠક 182થી વધીને 230ને પાર જશે અને લોકસભામાં સાંસદોની સંખ્યા 26થી વધીને 42 થશે.  રાજ્યસભામાં સાંસદોની સંખ્યા 11ના બદલે 17ની આસપાસ રહેશે તેવું મનાઈ રહ્યું છે.