- કોરોનાની વચ્ચે યુએસ માં નવી આફત!
- ‘લાઇલાજ’ Candida auris ના કેસો નોંધાયા
- ગંભીર રોગો વાળા દર્દીઓ માટે છે જોખમી
દિલ્હી : દેશમાં કોરોનાના નવા-નવા સ્વરૂપો તો સામે આવી જ રહ્યા છે.ત્યાં હવે અમેરિકામાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે ‘લાઇલાજ’ Candida auris ના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવારે ડલાસ વિસ્તારની બે હોસ્પિટલો અને વોશિંગ્ટન ડીસીમાં એક નર્સિંગ હોમમાંથી લાઇલાજ ફંગસના કેસની જાણકારી આપી છે. Candida auris એ યીસ્ટનું જોખમી સ્વરૂપ છે. ગંભીર મેડીકલ પરિસ્થિતિઓ વાળા દર્દીઓ માટે તે ખૂબ જ જોખમી માનવામાં આવે છે, કારણ કે તે લોહીના પ્રવાહમાં સંક્રમણ લાવી શકે છે અને મૃત્યુનું કારણ પણ બની શકે છે.
સીડીસીની મેઘન રયાને કહ્યું કે, તેણી પહેલીવાર Candida auris ના ક્લસ્ટરને જોયા, જેમાં દર્દીઓ એક બીજાથી સંક્રમિત થઇ રહ્યા છે. વોશિંગ્ટન ડીસી નર્સિંગ હોમમાં Candida auris ના 101 કેસ નોંધાયા છે. આમાંથી ત્રણ એવા કેસો હતા જે ત્રણેય પ્રકારની એન્ટિફંગલ દવાઓ સામે પ્રતિરોધક હતા.તો, ડલાસ વિસ્તારની બે હોસ્પિટલોમાં Candida auris ના 22 કેસનું એક ક્લસ્ટર નોંધાયું છે. તેમાંથી બે કેસ મલ્ટિડ્રગ રેઝિસ્ટન્ટ હોવાનું જાણવા મળ્યું છે.
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, Candida auris સંક્રમણ વાળા ત્રણમાંથી એકથી વધુ દર્દીઓનું મોત નિપજે છે. યુએસ હેલ્થ એજન્સીએ ઉભરાતા ફંગસને ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્ય માટેનું જોખમ ગણાવ્યું છે. સીડીસી આ ફંગસથી ચિંતિત છે, કારણ કે તે ઘણીવાર મલ્ટિ-ડ્રગ-રેઝિસ્ટન્ટ હોય છે. આનો અર્થ એ છે કે તે ચેપની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી ઘણી એન્ટિફંગલ દવાઓથી પ્રતિરોધક છે.