Site icon Revoi.in

મોદી સરકારની જીતની હેટ્રિકનું નવું સમીકરણ, રામજન્મભૂમિ આંદોલનના નાયક અડવાણીને ભારતરત્ન

Social Share

નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ અને તેમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવામાં આવશે. તેની સાથે 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની ફરીથી જીતની હેટ્રિકની ખાત્રી આપતા નવા સમીકરણો પણ રચાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વયોવૃદ્ધ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારતરત્નથી સમ્માનિત કરવાની ઘોષણા કરી છે. અટલ બિહારી વાજપેયી બાદ ભારત રત્ન પ્રાપ્ત કરનારા લાલકૃષ્ણ અડવાણી ભાજપના બીજા નેતા છે. અડવાણીને સમ્માન આપીને પીએમ મોદી અને તેમની સરકારે રામમંદિરની સ્થાપના અને ભાજપને શિખર સુધી પહોંચાડવાાં તેમના યોગદાનને સમ્માનિત કર્યું છે.

દેશમાં અડવાણી અને રામમંદિર આંદોલન બંને એકબીજાના પૂરક છે. ભાજપ સરકાર તેનું એક માધ્યમ રહી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા 22 જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઈ. ત્યારે તેના આર્કિટેક્ટ અને સ્વપ્નદ્રષ્ટા અડવાણીને ભારતરત્નનું એલાન કરીને પીએમ મોદીએ ચૂંટણી વર્ષમાં ભાજપની જીતની હેટ્રિકનું સમીકરણ જ નથી બનાવ્યું. તેની સ્ક્રિપ્ટ પણ લખી છે. જેનાથી તમામ રાજકીય વિરોધીઓના મોંઢા સિવાય ગયા છે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમના વિરોધીઓ અડવાણીને લઈને તેમના પર રાજકારણ હ઼ડપવાનો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને હાંસિયામાં ધકેલવાનો આરોપ સહન કરી રહ્યા હતા. ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઉભાર બાદ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા વરિષ્ઠોને માર્ગદર્શક મંડળમાં મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ અડવાણીને ભારતરત્ન એનાયત કરીને મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપ વરિષ્ઠોનું સમ્માન કરવાનું પણ જાણે છે અને યુવાઓને માન પણ આપવાનું જાણે છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી જીત્યા બાદ ભાજપે યુવા ચહેરાઓ પર ભરોસો મૂક્યો છે. આ ચહેરા ઓછા ચર્ચિત હોવા છતાં તેમને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેનાથી યુવાઓમાં ભાજપ માટે લગાવ પણ પેદા થયો છે. ભાજપે નવા મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓની પસંદગીમાં સામાજીક સમીકરણોનો પણ વિશેષ ખ્યાલ રાખ્યો છે અને સામાજીક ન્યાયની અવધારણાને પણ જમીન પર ઉતારવાની કોશિશ કરી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓબીસી વર્ગને પોતાની તરફ કરવાની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે.

ભાજપ મહિલાઓ અને યુવાઓ પર ખાસ ફોકસ કરી રહ્યું છે. ભારતની અંદાજીત વસ્તી 137.63 કરોડ છે. તેમાં 87.75 ટકા લોકો વોટની યોગ્યતા રાખે છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન લગભગ 10 કરોડ એવા મતદાતા હતા, જેમણે પહેલીવાર વોટિંગ કર્યું હતું. 2018માં આરટીઆઈથી મળેલા આંકડા મુજબ, ભારતની કુલ વસ્તીમાં 4.85 કરોડ 18થી 19 વર્ષના યુવા છે.