1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘોઘા-હજીરા વચ્ચે ફેરી સર્વિસમાં નવું જહાજ મુકાશે, સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે
ઘોઘા-હજીરા વચ્ચે ફેરી સર્વિસમાં નવું જહાજ મુકાશે, સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે

ઘોઘા-હજીરા વચ્ચે ફેરી સર્વિસમાં નવું જહાજ મુકાશે, સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે

0
Social Share

ભાવનગરઃ જિલ્લાના ઘોઘાથી દરિયાઈ માર્ગે સુરત અને મુંબઈનું અંતર ખૂબ ઓછું છે. ઘોઘાથી દહેજ સુધીની રો-રો ફેરી સેવા શરૂ કરાયા બાદ ઘોઘાથી સુરતના હજીરા સુધીની રો-રો ફેરી સેવા શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર  સુરત અને મુંબઈ સાથે વેપાર-વણજથી પણ જોડાયેલું છે. સૌરાષ્ટ્રના અનેક લોકો સુરતમાં વસવાટ કરી રહ્યા છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો હીરા ઉદ્યોગ સુરત સાથે જોડાયેલો છે. એટલે ભાવનગરથી સુરત જનારા પ્રવાસીઓની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. ઘણાબધા પ્રવાસીઓ ઘોઘા-હજીરા રો-રો ફેરી સેર્વિસમાં દરિયાઈ મુસાફરીનો રોમાંચક આનંદ મહાણતા હોય છે. પરંતુ આ સેવા અનિયમિત હતી. વારંવાર જહાજ બગડી જવાના બનાવો બનતા હતા. હવે કરોડોના ખર્ચે નવું જહાંજ રો-રો ફેરી સેવામાં મુકાશે, જે ઘોઘા-હજીરા વચ્ચે માત્ર અઢી કલાકની મુસાફરી કરીને પહોંચી શકાશે. તેમજ દિવસમાં ત્રણ ટ્રીપ કરશે,

સૂત્રોના જણાવ્યા મુજબ ઘોઘા-હજીરા વચ્ચેની હાલ ચાલતી રો-પેક્સ ફેરી સર્વીસમાં રૂપિયા 115 કરોડનું નવુ જહાજ સેવામાં મુકાશે જે ઘોઘાથી હજીરા માત્ર બે થી અઢી કલાકમાં પહોંચાડશે. આ જહાજ હાલ હજીરા ખાતે આવી ગયુ છે અને ટુંક સમયમાં લોકોની સેવા માટે પણ કાર્યરત થશે. આ ઝડપી જહાજને કારણે જળ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને ભાવનગરના વિકાસના દ્વાર પણ ખુલશે. ભાવનગરથી હજીરા સુરત અને ત્યાંથી મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે  રો રો રો પેક્સ સર્વિસ હાલ ચાલે છે તેના કરતા ડબલ કેપેસિટી વાળી અને એકદમ ઝડપી રો પેક્સ સર્વિસ શરૂ કરવા માટે હજીરા ખાતે આ અંગેનું વેસલ પણ આવી ગયું છે આ ફેરી સર્વિસ શરૂ થતા ભાવનગરના ઘોઘાથી હજીરા સુધી માત્ર બેથી અઢી કલાકમાં પહોંચી શકાશે. આ ફેરી સર્વિસ દિવસમાં ત્રણ વખત ઘોઘા હજીરા વચ્ચે પરિવહન કરશે કેન્દ્ર સરકાર દ્વારા જળ પરિવહન માર્ગ અને વિકસાવવા માટે અપાઇ રહેલા પ્રોત્સાહનના ભાગરૂપે પ્રથમ ઘોઘા થી દહેજ ત્યારબાદ ઘોઘાથી હજીરા તમે અને હવે ઘોઘા થી હજીરા થઈ મુંબઈ સુધીની પરિવહન સેવા શરૂ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઘોઘા હજીરા વચ્ચે જે જહાજ ચાલી રહ્યું છે તેને બદલે નવું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમથી ચાલશે પરિણામે કોઈ ચોક્કસ ચેનલમાં ચાલુ નહીં પડે અને તેને કારણે તેની સ્પીડમાં પણ વધારો થશે નવું જહાજ ઘોઘાથી હજીરા માત્ર બે કલાકમાં પહોંચશે આ ઉપરાંત અન્ય પ્રોસિજરના અડધો કલાક ગણીએ તો ઘોઘા થી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે. આ ઉપરાંત આ જહાજ દિવસમાં ત્રણ વખત આવન-જાવન કરશે પરિણામે ફિકવન્સી વધવાથી લોકોને પણ અનુકૂળતા રહેશે અંદાજે 115 કરોડ રૂપિયાના આ જહાજમાં 70 ટ્રક 700 પેસેન્જર 125 ગાડી સહિતની કેપેસિટી હાલના ચાર્જ કરતાં જહાજ કરતા બમણી થઈ જશે એટલે વધારે લોકો લાભ લઈ શકશે અને ઝડપી સુવિધા પણ આપી શકીશું. આ જહાજ બે મહિનાથી મુંબઈ હતું તે હાલમાં હજીરા ખાતે આવી પહોંચ્યું છે જહાજ અત્યંત આધુનિક અને અનેક સુવિધાઓથી સજ્જન હશે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યુ હતું. કે,  વિકાસ વધુ વેગવાન બને તે માટે ભાવનગરથી ધોલેરા સીક્સ રોડ તૈયાર થઈ રહ્યો છે. આ સિવાય ભાવનગરથી મહુવા જોડતાં દરિયાઇ પટ્ટીના રોડનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code