Site icon Revoi.in

વ્હોટ્સએપ યૂઝર્સ માટે નવું – હવે આવી રહ્યું છે મેસેજ એડિટ કરવાનું ઓપ્શન ,જાણો કઈ રીતે કરશે કામ

Social Share

 

ટ્વિટર અને વ્હોટએપ જેવા સોશિયલ મીડિયા માં અવનવા ફિરચ આવતા રહેતા હોય છે ત્યારે હવે વોટ્સએપમાં કંઈક નવું આવી રહ્યું છે.ત્યારે હવે વ્હોટ્સએપ એડિટ બટન પર કામ કરી રહ્યું છે. વોટ્સએપના એડિટ બટનનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેના પછી યુઝર્સ વ્હોટએપ મેસેજને મોકલ્યા પછી પણ યૂઝર્સ તેમાં સરળતાથી એડિટ કરીને મેસેજ બદલી શકાશે.

વોટ્સએપ મેસેજ એડિટિંગ ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. Wabetainfoએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષથી એડિટ ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે અને હવે તેનું ટેસ્ટિંગ રણ શરૂ થઈ ગયું છે. નવા ફીચરનું હાલમાં એન્ડ્રોઇડ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં iOS અને ડેસ્કટોપ વર્ઝન પર ટેસ્ટિંગ શરૂ કરી શકાશે.

વોટ્સએપ મેસેજ એડિટિંગ ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. Wabetainfoએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે WhatsApp છેલ્લા પાંચ વર્ષથી એડિટ ફીચર પર કામ કરી રહ્યું છે અને હવે તેનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. નવા ફીચરનું હાલમાં એન્ડ્રોઇડ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં iOS અને ડેસ્કટોપ વર્ઝન પર ટેસ્ટિંગ શરૂ કરશે.

નવા ફીચર પર ચાલી રહ્યું છે કામ

મેટા-માલિકીનું WhatsApp અન્ય એક મોટા ફીચર પર કામ કરી રહ્યું છે. નવા અપડેટ પછી, જો તમે વ્હોટ્સએપ ગ્રુપ છોડશો તો એડમિન સિવાય કોઈને કંઈપણ ખબર નહીં પડે માત્ર ગૃપના એડમિનને જ તે વિગતની જાણ થશે.

વ્હોટ્સએપમાં ગૃપ પણ બનશે વિસ્તૃત

આ સિવાય વોટ્સએપ એક નવા અપડેટ પર પણ કામ કરી રહ્યું છે, જેના પછી વોટ્સએપ ગ્રુપમાં 512 લોકોને એડ કરી શકાશે. નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 512 લોકોને ગ્રુપમાં એડ કરવાનો વિકલ્પ મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે લમાં વ્હોટ્સએપ ગ્રુપમાં માત્ર 256 લોકોને જ એડ કરી શકાય છે.