- હોમ આઈસોલેનને લઈને નવી ગાઈડલાઈન જારી
- કોરોનાના વધતા કેસને લઈને જારી કરાઈ ગાઈડ લાઈન
દિલ્હીઃ- સમગ્ર દેશ ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે જેને લઈને અનેક રાજ્યોએ અનેક પ્રકારની પાબંધિઓ લાગૂ કરી છે ત્યારે હવે આવી સ્થિતિ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે હળવા લક્ષણોવાળા અથવા લક્ષણો વગરના કોરોના દર્દીઓને હોમ આઇસોલેશન માટે નવી ગાઈડલાઈન જારી કરી છે. જેમાં સાત દિવસ પછી આઈસોલેશન ખતમ કરવા જેવા નિયમો બનાવવામાં આવ્યા છે.
દેશમાં કોમોર્બિડ દર્દીઓ એટલે કે જેઓ પહેલાથી જ ગંભીર રોગથી પીડિત છે તેઓની સંખ્યામાંવધારો જોવા મળે છે. આવી સ્થિતિમાં જો કેસ વધશે તો હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ વધારો થાય તે વાત સ્વાભાવિક છે. આ સ્થિતિને જોતા હોમ આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
જે કોરોના દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહેશે તેઓને છેલ્લા ત્રણ દિવસમાં તાવ ન આવે તો રજા આપવામાં આવશે. હોમ આઇસોલેશનનો સમયગાળો પૂરો થયા પછી તેઓને ફરીથી પરીક્ષણ કરાવવાની જરૂર રહેશે નહીં. હોમ આઇસોલેશન દરમિયાન, સંક્રમિત વ્યક્તિએ સારવાર કરતા તબીબી અધિકારીના સતત સંપર્કમાં રહેવું પડશે. જો સ્વાસ્થ્યમાં કોઈ ખરાબ અસર તો તરત જ તેની જાણ કરવી જોઈએ.
કેન્દ્રએ રાજ્યોને કંટ્રોલ રૂમને સ્વચ્છ રાખવા જણાવ્યું છે. કંટ્રોલ રૂમનું કામ એ હશે કે જ્યારે હોમ આઈસોલેટરહેલા દર્દીની તબિયત બગડે ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સ, ટેસ્ટિંગથી લઈને હોસ્પિટલના બેડ સરળતાથી મળી રહે છે, તે જોવાનું પણ કંટ્રોલ રૂમનું કામ હશે.
આ હોમ આઇસોલેશનના નવા નિયમો
- વૃદ્ધ દર્દીઓને ડૉક્ટરની સલાહ પર હોમ આઈસોલેશનની મંજૂરી આપવામાં આવશે.
- હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ હોમ આઈસોલેશનમાં રહી શકશે, જો કે તમને પ્રોપર વેન્ટિસેળ મળે તે જરુરી છે
- કોરોના દર્દીઓને ટ્રિપલ લેયર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
- દર્દીને વધુમાં વધુ પ્રવાહી ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે.
- આ સાથે જ જેઓ એચઆઈવી સંક્રમિત, ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ પર જ હોમ આઈસોલેશનમાં રાખી શકાય છે.
- માત્ર એસિમ્પ્ટોમેટિક અને હળવા-લાક્ષણિક દર્દીઓ જેમની ઓક્સિજન સંતૃપ્તિ 93 ટકાથી વધુ છે તેમને હોમ આઇસોલેશનમાં જવાની મંજૂરી આપવામાં આવશે.
- હળવા અને એસિમ્પટમેટિક દર્દીઓએ જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવાનું રહેશે
- ટ્રોલ રૂમ જરૂર પડ્યે તેમને સમયસર ટેસ્ટિંગ અને હોસ્પિટલના બેડ ઉપલબ્ધ કરાવી શકશે.
- આ સાથે જ કોરોનાના દર્દીને સ્ટેરોઇડ્સ લેવાની મનાઈ કરવામાં આવી છે.
- આ સાથે જ સીટી સ્કેન અને છાતીના એક્સ-રે ડોક્ટરની સલાહ વગર ન કરવા જોઈએ.
- જો કોરોનાના લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો, ત્રણ દિવસ સુધી જો સતત તાવ 100 ડિગ્રી ફેરનહીટથી વધુ હોય, જો શ્વાસ લેવામાં તકલીફ થાય અને શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટીને 93 ટકાથી ઓછું થઈ જાય છે તો તરત ડોક્ટર પાસે જવાનું કહેવામાં આવ્યું છે