Site icon Revoi.in

હોમ આઈસોલેશનને લઈને કેન્દ્ર એ જારી કરી નવી ગાઈડલાઈન – જાણો નવા નિયમો

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશ ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે જેને લઈને અનેક રાજ્યોએ અનેક પ્રકારની પાબંધિઓ લાગૂ કરી છે ત્યારે હવે આવી સ્થિતિ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે હળવા લક્ષણોવાળા અથવા લક્ષણો વગરના કોરોના દર્દીઓને હોમ આઇસોલેશન માટે નવી ગાઈડલાઈન જારી કરી છે. જેમાં સાત દિવસ પછી આઈસોલેશન ખતમ કરવા જેવા નિયમો બનાવવામાં આવ્યા છે.

દેશમાં કોમોર્બિડ દર્દીઓ એટલે કે જેઓ પહેલાથી જ ગંભીર રોગથી પીડિત છે તેઓની સંખ્યામાંવધારો જોવા મળે  છે. આવી સ્થિતિમાં જો કેસ વધશે તો હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં પણ વધારો થાય તે વાત સ્વાભાવિક છે. આ સ્થિતિને જોતા હોમ આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

જે કોરોના દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહેશે તેઓને છેલ્લા ત્રણ દિવસમાં તાવ ન આવે તો રજા આપવામાં આવશે. હોમ આઇસોલેશનનો સમયગાળો પૂરો થયા પછી તેઓને ફરીથી પરીક્ષણ કરાવવાની જરૂર રહેશે નહીં. હોમ આઇસોલેશન દરમિયાન, સંક્રમિત વ્યક્તિએ સારવાર કરતા તબીબી અધિકારીના સતત સંપર્કમાં રહેવું પડશે. જો સ્વાસ્થ્યમાં કોઈ ખરાબ અસર તો તરત જ તેની જાણ કરવી જોઈએ.

કેન્દ્રએ રાજ્યોને કંટ્રોલ રૂમને સ્વચ્છ રાખવા જણાવ્યું છે. કંટ્રોલ રૂમનું કામ એ હશે કે જ્યારે હોમ આઈસોલેટરહેલા દર્દીની તબિયત બગડે  ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સ, ટેસ્ટિંગથી લઈને હોસ્પિટલના બેડ સરળતાથી મળી રહે છે, તે જોવાનું પણ કંટ્રોલ રૂમનું કામ હશે.

આ હોમ આઇસોલેશનના નવા નિયમો